પાકિસ્તાનની નીતિ હમેંશા જમ્મુકાશ્મીરમાં કોઇને કોઇ સમસ્યા ઉભી કરવાની રહી છે. કાશ્મીર સમસ્યા વધુને વધુ જટિલ બને તેવી ઇચ્છા તેની હમેંશા રહી છે. આ જ કારણસર પાકિસ્તાન હમેંશા કાશ્મીરના મામલે મધ્યસ્થીની વાત કરે છે. હાલમાં પાકિસ્તાની વડાપ્રધાને અમેરિકાની સાથે વાતચીત દરમિયાન પણ આવી જ વાત કરી હતી. ટ્રમ્પ સાથે વાતચીત વેળા ઇમરાને કાશ્મીર મામલે મધ્સસ્થતા કરવાની વાત કરી હતી. ઇમરાન ખાનની નવી સરકાર આવ્યાને ઘણો સમય થયો છે છતાં પાકિસ્તાનમાં કોઇ નવી ચીજ જાવા મળી રહી નથી. ત્રાસવાદીઓ સામે પણ પહેલા જેવી જ ઉદાસીનતા છે.
આવી જ રીતે કાશ્મીર મુદ્દે પણ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન અગાઉના વડાપ્રધાન જેવુ જ વર્તન કરી રહ્યા છે. પાકિસ્તાન હજુ પણ મનમાની કરી રહ્યુ છે. કાશ્મીરની પહેલા જ જટિલ રહેલી સમસ્યાને પાકિસ્તાન વધારે જટિલ અને મુશ્કેલ બનાવી દેવા માટે ઇચ્છુક છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરી વિસ્તારમાં રાજકીય અને વહીવટી ફેરફાર કરવાના પાકિસ્તાનના પ્રયાસની નિંદા કરવામાં આવે તે જરૂરી છે. ભારત સરકાર દ્વારા યોગ્ય રીતે તેની નિંદા કરવામાં આવી ચુકી છે. અમે કાશ્મીરના પાકિસ્તાની કબજાવાળા વિસ્તાર ખાસ કરીને ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં નકારાત્મક ફેરફારને ચુપચાપ રીતે જોઇ શકીએ નહી. હકીકતમાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચીનના અંગત મામલા પ્રભાવ જમાવી રહ્યા છે. આ જમીની વાસ્તવિકતા છે કે કાશ્મીરના આશરે ૧૯ ટકા હિસ્સા પર ચીનનો કબજા છે. તે તેને પોતાના ક્ષેત્ર તરીકે ગણાવે છે. કાશ્મીરના બાકી હિસ્સામા પણ તેની ગતિવિધી યોજનાપૂર્વકની ચાલના હિસ્સા તરીકે છે. ચીન ઇચ્છે છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્ર વિધિવત રીતે પાકિસ્તાનના પાંચમા પ્રાંત તરીકે રહે. ગિલગિટ અને બાલ્ટિસ્તાન જ્યારે પાકિસ્તાનના પાંચમા પ્રાંત તરીકે બની જશે ત્યારે ત્યાં એજ થશે જે ઇસ્લામાબાદ ઇચ્છે છે.
પાકિસ્તાનની આ રાજદ્ધારી બેઇમાની કાશ્મીરના ભારત વિરોધી અલગતાવાદીઓને પણ દેખાવવી જાઇએ. એકબાજુ પાકિસ્તાન કાશ્મીરીઓની સ્વતંત્રતા માટેની લડાઇમાં પૂર્ણ મદદ કરવાની વાત કરે છે ત્યારે તે કાશ્મીરી વિસ્તારોને પોતાના વિધિવત રાજ્ય બનાવી દેવાની દિશામાં પણ આગળ વધે છે. આ વિરોધાભાસ કાશ્મીરી લોકોના દિમાંગમાં આવે તે જરૂરી છે. કાશ્મીરી લોકો પાકિસ્તાનના ખતરનાક ઇરાદાને સમજે તે બાબત પણ જરૂરી છે. ઇતિહાસ સાક્ષી છે કે પાકિસ્તાની સેનાએ કાશ્મીર પર હુમલો કર્યો હતો. કાશ્મીરને એક સમસ્યા બનાવી દીધી હતી. હવે આગળ કાશ્મીરની સમસ્યાને વધારે જટિલ બનાવી દેવાના પાકિસ્તાનના પ્રયાસોનો વિરોધ ભારત સરકારને કરવાની જરૂર છે. પાકિસ્તાન પોતે સારી રીતે જાણે છે કે તેનો કબજા કાયદેસર નથી. જેથી તે પોતાના અંકુશવાળા કાશ્મીરના મામલાને જોરદાર રીતે જટિલ બનાવી દેવા માટે ઇચ્છુક છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં દમન અને પછાતપણાની સ્થિતીથી સમગ્ર દુનિયા વાકેફ છે