વાર્ષિક અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવી શકે છે તેવા હેવાલ પણ મળી રહ્યા છે. જેથી આવા હેવાલ વચ્ચે ખીણમાં રહેલા તમમ પ્રવાસીઓ અને અમરનાથ યાત્રાને રોકીને શ્રદ્ધાળુઓને વહેલી તકે જમ્મુકાશ્મીર છોડી દેવા માટે એડવાઇઝરી જારી કરવામાં આવતા ખતરનાક સંકેતો મળી રહ્યા છે. સેના, પોલીસ અને સુર૭ા દળોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને હાલમાં ઉભી થયેલી સ્થિતી અંગે સંકેતો આપ્યા છે. પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ તરફથી અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ કરીને બોબ બ્લાસ્ટ કરવા માટે ત્રાસવાદીઓને આદેશ આપવામાં આવ્યા છે., આ ઉપરાંત સૌથી ગંભીર બાબત એ રહી છે કે સુરક્ષા દળોએ હાલમાં જ અમરનાથ યાત્રા માર્ગ પરથી સર્ચ ઓપરેશન દરમિયાન સુરંગો અને હથિયારો પકડી પાડ્યા છે. અન્ય હથિયારોમાં એમ-૨૪ સ્નાઇપર રાઇફલનો પણ સમાવેશ થાય છે. આ તમામ બાબતો હાલમાં રહેલી વિસ્ફોટક સ્થિતી તરફ સંકેત આપે છે. અમરનાથ શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદીઓ વિતેલા વર્ષોમાં પણ અનેક હુમલા કરી ચુક્યા છે. વર્ષ ૧૯૯૦થી વર્ષ ૨૦૧૭ સુધીના આંકડા પર નજર કરવામાં આવે તો આ ગાળા દરમિયાન ૩૬ વખત હુમલા કરવામાં આવ્યા છે.
જેમાં ૫૩ શ્રદ્ધાળુઓના મોત થયા છે અને ૧૬૭ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. ૨૫મી જુલાઇના દિવસે તત્કાલીન ગૃહ રાજ્ય પ્રધાન હંસરાજ આહિરે લોકસભામાં આ આંકડા રજૂ કર્યા હતા. અમરનાય શ્રદ્ધાળુઓ પર થયેલા મોટા હુમલાની વાત કરવામાં આવે તો ૧૦મી જુલાઇ ૨૦૧૭ના દિવસે અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત છઠ્ઠી ઓગષ્ટ ૨૦૦૨ના દિવસે પહેલગામમાં નુનવાન કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. આમાં ત્રાસવાદીઓએ ગ્રેનેડ ઝીંકાય હતા અને અંધાધુંધ ગોળીબાર કર્યોહતો. આ ઉપરાંત બીજી ઓગષ્ટ ૨૦૦૦ના દિવસે પણ ત્રાસવાદીઓએ પહેલગામ બેઝ કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. જેમાં તોયબાના ત્રાસવાદીઓની સંડોવણની ખુલી હતી.