મુન્શી પ્રેમચંદની જન્મજયંતિના પ્રસંગે આજે તેમની લાઇફ અંગે અમે વાત કરી રહ્યા છીએ. મુન્શી પ્રેમચંદનો જન્મ ૩૧મી જુલાઇ ૧૮૮૦ના દિવસે થયો હતો. તેમનો જન્મ વારાણસી શહેરથી ચાર માઇલના અંતરે સ્થિત લમહી ગામમાં થયો હતો. પોતાના મિત્ર મુન્શી દયાનારાયણ નિગમના કહેવા પર તેઓએ ધનપત રાયના બદેલ પ્રેમચંદ નામ રાખી લીધુ હતુ. તેમના પિતાનુ નામ મુન્શી અજાયબ લાલ હતુ. જે ટપાલ ખાતામાં મુન્શીનુ કામ કરતા હતા. તેઓ શરૂઆતી દિવસોમાં ચુનારમાં ટિચર તરીકે હતા. તેમને મહિને ૧૮ રૂપિયા પગાર મળતો હતો.
તેઓ હિન્દીની સાથે સાથે ઉર્દુ, ફારસી અને અંગ્રેજી ભાષા પર પણ જોરદાર પક્કડ ધરાવતા હતા. પ્રેમચંદ જ્યારે છ વર્ષના હતા ત્યારે તેમને લાલગંજમાં રહેનાર એક મૌલવીના ઘરે ઉર્દુ શિખવા માટે મોકલવામાં આવતા હતા. જ્યારે તેઓખુબ નાના હતા ત્યારે તેમની માતાનુ અવસાન થઇ ગયુ હતુ. તેમને પ્રેમ પોતાની મોટી બહેનથી મળતા તેઓ આગળ વધ્યા હતા.
બહેનના લગ્ન બાદ તેઓ એકલા પડી ગયા હતા. જેથી એકાંતમાં પુસ્તકો વાંચતા હતા. એમ પોતે પણ લેખનમાં જોડાયા હતા. આગળ ચાલીને મહાન સાહિત્યકાર બની ગયા હતા. ધનપતરાયના લગ્ન ૧૫-૧૬ વર્ષમાં કરી દેવામાં આવ્યા હતા. જો કે થોડાક સમયમાં જ તેમના પત્નિનુ નિધન થયુ હતુ.