હજુ સુધી સમગ્ર દુનિયામાં એમેઝોન, અલીબાબા, જેડી ડોટ કોમ, ઇબેસ વોલમાર્ટ સહિતની કંપનીઓની ઇ-કોમર્સ સેક્ટરમાં બોલબાલા જોવા મળે છે. પરંતુ હવે આવનાર સમયમાં ઇન્સ્ટાગ્રામ જોરદાર ટક્કર આપવા માટે તૈયાર હોવાના હેવાલ મળી રહ્યા છે. સમગ્ર દુનિયામાં તેના એક અબજ યુઝર્સ રહેલા છે. એવી સ્થિતીમાં કંપની હવે ઇ-કોમર્સના ક્ષેત્રમાં જોરદાર રીતે એન્ટ્રી કરવા માટેની યોજના ધરાવે છે. આ ફોટો અને વિડિયો શેયરિંગ એપ પર હજુ સુધી ફેસબુકનુ જ પ્રભુત્વ રહેલુ છે.
આને હવે સેલ્સ પોર્ટલમાં ફેરવી નાંખવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે ઇન્સ્ટાગ્રામ વર્યુચ્યુઅલ સ્પેસના વિજુઅલ પાસા છોડવા માટે તૈયાર છે. ઇન્સ્ટાગ્રામમાં એક ફિચર શોપેબલ પણ છે. જે યુઝર્સને બ્રાન્ડની પસંદગી કરવા માટે પ્રેરિત કરે છે. જે યુઝર્સને બ્રાન્ડની પોસ્ટ મારફતે સીધી રીતે પ્રોડક્ટસ ખરીદી લેવા માટેની ઓફર કરે છે. સાથે સાથે સુવિધા પણ આપે છે. તાજેતરમાં જ ઇન્સ્ટ્રાગામ દ્વારા સીધી રીતે વેચાણ માટે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.
જો કે તે માત્ર ૨૦ બ્રાન્ડ સુધી મર્યાદિત રહેવાના કારણે તેને કેટલીક તકલીફ નડી રહી છે. આમા પેમેન્ટ પેપલ ટેકનોલોજીની મદદથી થાય છે. થોડાક સમય પહેલા ગુગલ દ્વારા પણ પોતાના શોપિંગ પોર્ટલને રિડિઝાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આમા પણ યુઝર્સને સાઇટ પરથી સીધી રીતે ખરીદી કરવા માટેની તક આપવામાં આવી છે. સાથે સાથે સેલરના વેબ પોર્ટલ પર રિડાયરેક્ટ કરવામા આવતા નથી.