હૃતિક રોશન અને ટાઈગર શ્રોફે એકબીજા સામે યુદ્ધ છેડી દીધું છે અને નિર્માણકારો હવે અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી એકશન અજાયબીના આ વ્યાપક પ્રદર્શનને રોચક બનાવવા માટે કોઈ કચાશ બાકી રાખી નથી. ટાઈગરે હાલની પેઢીમાં સૌથી મોટી એકશન સુપરસ્ટારમાંથી એક તરીકે પોતાનું નામ અંકિત કરી દીધું છે અને વોરમાં તેણે ફરી એક વાર પોતાની સીમાઓ પાર કરી છે અને દર્શકો અને ચાહકોને મંત્રમુગ્ધ કરશે. એક મોટા એકશન દસ્યમાં ટાઈગર દુનિયાની સૌથી શક્તિશાળી મશીન ગન ગેટલિંગ ઉગામતો જોવા મળવાનો છે.
વોર બનાવવા સમયે અમે સતત એક બાબતને ધ્યાનમાં રાખી રહ્યા છીએ કે આ ફિલ્મને ભારતે અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી સૌથી મોટી એકશન ફિલ્મ કઈ રીતે બનશે. અમે ફિલ્મને દર્શકો માટે ખાસ કરીને એકશન પ્રકારના પ્રેમીઓ માટે વિઝયુઅલ અજાયબી બનાવવા માટે કોઈ કસર બાકી છોડવા માગતા નથી. હૃતિક અને ટાઈગરે તેમની અગાઉની ફિલ્મોમાં તેમના એકશન અવતારમાં લોકોને મંત્રમુગ્ધ કર્યા છે, જેથી હવે અમે તેમની તે સીમાઓને વધુ પાર કરાવવા માગીએ છીએ. એક દશ્યમાં અમે દુનિયાની સૌથી શક્તિશાળી મશીન ગન ગેટલિંગ લાવ્યા અને ટાઈગર સાથે એકશન દશ્ય કોરિયોગ્રાફી કર્યું. લશ્કરી શસ્ત્રમાં આ શક્તિશાળી નંગ જોવાનું ખરેખર રોમાંચક બની રહેશે. ટાઈગર અતુલનીય એકશન હીરો છે અને અમે લોકોને વોરમાં તેમણે હજુ સુધી જોયું નથી તે બતાવવા માગીએ છીએ, એમ સિદ્ધાર્થ આનંદ કહે છે.
હૃતિક અને ટાઈગર વૈશ્વિક સ્તરે એકશન પ્રેમીઓના મનગમતા હીરો છે. વર્ષની સૌથી મોટી એકશન એન્ટરટેઈનર માનવામાં આવી રહેલી વોર ફિલ્મમાં અમારી પેઢીના આ બે ઉત્તમ એકશન સુપરસ્ટાર એકબીજા સામે બાથ ભીડતા જોવા મળશે.
યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ બહુપ્રતિક્ષિત ફિલ્મમાં હૃતિક સામે વાની કપૂર છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરે ગાંધી જયંતીની રાષ્ટ્રીય રજાના દિવસે હિંદી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થશે.