મેંગલોર : જુદી જુદી અનેક તપાસ સંસ્થાઓને આવરી લઇને છેલ્લા ૩૦ કલાકથી ચાલી રહેલી વ્યાપક શોધખોળ બાદ આખરે આજે સવારે લાપતા થયેલા સીસીડીના માલિક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો હતો. સિદ્ધાર્થનો મતૃતેહ હોયગે બજારની નજીક મુલિહિતલુદ્ધિપની પાસે મળી આવ્યો હતો. આની સાથે જ છેલ્લા કેટલાક કલાકોથી ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો હતો. સિદ્ધાર્થ સોમવારના દિવસથી જ લાપતા થયેલા હતા. સીસીડી સ્થાપક સિદ્ધાર્થ સોમવારના દિવસે લાપતા થઇ ગયા હતા. તેમની શોધખોળ મોટા પાયે ચાલી રહી હતી.
લાપતા થતા પહેલા સિદ્ધાર્થે તેમના પત્રમાં તેમની સામે રહેલી અનેક સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો. મેંગલોર શહેર પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે તેમના મૃતદેહને હવે પોસ્ટ મોર્ટમ માટે વેનલોક હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. સવારે ૬-૩૦ વાગે તેમનો મૃતદેહ હોયગે બજાર નજીક પાણીમાં તરતો મળ્યો હતો. નેત્રાવથી નદીમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ નદી અરેબિયન દરિયાની બિલકુલ નજીક છે. સાથે સાથે બેંગલોરથી ૩૫૦ કિલોમીટરના અંતરે સ્થિત મેંગલોર ખાતેથી તેમનો મૃતદેહ મળ્યો હતો. સિદ્ધાર્થ દેશની સૌથી મોટી કોફી ચેન કાફે કોફી ડેના સ્થાપક હતા. સાથે સાથે કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એસએમ કૃષ્ણાના જમાઇ હતા. સિદ્ધાર્થ લાપત્તા થયા બાદ આ પત્ર હાથમાં આવ્યો હતો. આ પત્ર ૨૭મી જુલાઈના દિવસે લખવામાં આવ્યો હતો.
આમા તેઓએ બોર્ડ ઓફ ડિરેક્ટર અને કોફી ડે પરિવારને કહ્યું છે કે, ૩૭ વર્ષના ગાળા બાદ પણ તે તમામ પ્રયાસો છતાં એક યોગ્ય નફો કરે તેવા બિઝનેસ મોડલને તૈયાર કરી શક્યા નથી. જે લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો છે તેમને નિરાશ કર્યા છે જેથી માફી ઇચ્છે છે. તેના લેવડદેવડ છ મહિનામાં ખુબ જ ઘટી ગયા હતા. ત્રણ દિવસ પહેલા લખવામાં આવેલા પત્રમાં સિદ્ધાર્થે પોતાની તકલીફોનો ઉલ્લેખ કર્યો હતો.પત્રમાં કંપનીને થઇ રહેલા ભારે નુકસાનની પણ વાત કરવામાં આવી હતી. જંગી દેવાની પણ વાત કરવામાં આવી હતી. સાથે સાથે આવકવેરા વિભાગના એક પૂર્વ ડીજીના દબાણની પણ ચર્ચા હતી.
સિદ્ધાર્થ તરફથી લખવામાં આવેલા પત્રની વિગત સપાટી પર આવ્યા બાદ ગઇકાલે જ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આખરે ખુલાસો કરવામાં આવ્યો હતો.ઇન્કમ ટેક્સ વિભાગે કહ્યું હતુ કે, તમામ યોગ્ય કાયદા હેઠળ સિદ્ધાર્થ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વિભાગના સુત્રોએ કહ્યું છે હતુ કે કૈફે કોફી ડેની સામે કાયદાકીય મુજબ કાર્યવાહી થઇ હતી. સિદ્ધાર્થ લાપતા થયા બાદ શોધખોળ ચાલી રહી હતી. સૌથી પહેલા તેમના ડ્રાઇવર દ્વારા સિદ્ધાર્થ લાપતા હોવાની માહિતી આપી હતી. ૬૦ વર્ષીય સિદ્ધાર્થના કાર ચાલક બસવરાજ પાટિલે કહ્યુ હતુ કે મેંગલોરમાં એક પોલીસ સ્ટેશનમાં મામલો દાખલ કરવામાં આવ્યો હતો. સાથે સાથે કહ્યુ હતુ કે તેમના માલિક પુલતી લાપતા છે. જ્યાં તેઓ કારમાંથી ઉતરી ગયા હતા અને થોડાક સમય માટે ચાલવા માંગતા હતા.
ડ્રાઇવરના કહેવા મુજબ સિદ્ધાર્થે નેત્રાવતી નદીના પુલ પર ગાડી રોકાવી હતી. સિદ્ધાર્થે એ વખતે કહ્યુ હતુ કે તેઓ થોડાક સમય માટે ફરવા માંગે છે. ડ્રાઇવરે કહ્યુ હતુ કે સિદ્ધાર્થે તેમને પુલના અન્ય કિનારા પર તેમની રાહ જોવા માટે કહ્યુ હતુ . કલાક સુધી પણ પરત ન ફરતા ડ્રાઇવરે પરિવારને જાણ કરી હતી. પોલીસને શંકા હતી કે સિદ્ધાર્થ વહેતી નદીમાં કુદી ગયા હતા. સમગ્ર મામલામાં હવે ઉંડી તપાસ કરવામાં આવી રહી છે.