ત્રિપલ તલાકની જોગવાઈ…

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : મુસ્લિમ મહિલાઓથી એક સાથે ત્રણ વખત તલાક બોલીને તલાક લેવાને અપરાધ ગણનાર ઐતિહાસિક ત્રિપલ તલાક બિલ આજે રાજ્યસભામાં પણ પસાર થઇ ગયું હતું. આની સાથે જ કુપ્રથાનો અંત આવી ગયો છે. આની સામે લાંબી કાયદાકીય લડાઈ ચાલી રહી હતી. રાજ્યસભામાં આ બિલ પસાર થવાની સાથે જ મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકથી સ્વતંત્રતા મળી ગઈ છે. રાજ્યસભામાં આ બિલ ૮૪ની સરખામણીમાં ૯૯ મતે પાસ થઇ ગયું છે.

બિલની તરફેણમાં ૯૯ અને વિરોધમાં ૮૪ સાંસદોએ મતદાન કર્યું હતું. બહુજન સમાજ પાર્ટી, પીડીપી, ટીઆરએસ, જેડીયુ, અન્નાદ્રમુક અને ટીડીપી જેવા પક્ષો વોટિંગમાં જાડાયા ન હતા જેથી સરકારે આ બિલને સરળતાથી પાસ કરાવી લીધું હતું. બિલની મંજુરીથી વિપક્ષની કમજારી પણ સપાટી ઉપર આવી ગઈ હતી.ત્રિપલ તલાક બિલમાં જે જોગવાઇઓ રહેલી છે તે નીચે મુજબ છે.

  • ત્રિપલ તલાક પર રહેલા કાયદામાં જે જોગવાઇ છે તે મુજબ નાના બાળકોની કસ્ટડી માતાની પાસે
  • પત્નિ અને બાળકોના ભરણપોષણ માટેના અધિકાર મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવશે. મેજિસ્ટ્રેટના આદેશ મુજબ પતિને ભરણપોષણ માટેની રકમ આપવી પડશે
  • એક સાથે ત્રણ વખત તલાક બોલીને તલાક આપવાને અપરાધ તરીકે ગણવામાં આવશે અને સાથે સાથે દોષિતને જેલની સજા ફટકારવાની જોગવાઈ રહેલી છે
  • બિલમાં રહેલી જોગવાઇ મુજબ મેજિસ્ટ્રેટ આવા મામલામાં જામીન આપી શકે છે પરંતુ પત્નિના પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ જ જામીન આપી શકશે
  • પતિ-પત્નિ વચ્ચેનો અંગત મામલો છે પરંતુ પત્નિએ રજૂઆત કરી હોવાથી તેની રજૂઆતોને સાંભળવાની રહેશે
  • સરકાર ત્રિપલ તલાક મામલામાં સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૭માં આપેલા ચુકાદા મુજબ કડક જોગવાઇઓ અમલી કરવાની દિશામાં છે. અલગ અલગ ધર્મવાળા પાંચ જજની બેંચે ૩-૨થી ચુકાદો આપીને ત્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કરાયા બાદ બિલમાં કડક જોગવાઇઓ કરાઈ છે
  • ત્રિપલ તલાક બિલમાં ક્રિમિનેલીટી ક્લોઝ વિવાદને લઇને ટૂંકમાં ઉકેલ લવાશે
Share This Article