ઇન્ટરનેન્ટની દુનિયાની સૌથી મહત્વપૂર્ણ બાબત તેની ગતિશીલતા છે. તેમાં તમામ જે નવી ચીજો હોય છે તે ઝડપથી જુની થઇ જાય છે. આમાં નવી નવી સંભાવનાના દ્ધાર હમેંશા ખુલતા રહે છે. સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ દરરોજ નવા રંગ રૂપમાં આવી રહ્યા છે. તેમાં નવા નવા ફિચર્સ ઉમેરવામાં આવી રહ્યા છે. આ કવાયતનો મુખ્ય હેતુ વધુને વધુ લોકોને પોતાના મંચ તરફ આકર્ષિત કરવાનો હોય છે. આનુ કારણ ઇન્ટરનેટના માધ્યમથી થઇ રહેલી જંગી આવક પણ છે. સંખ્યાબળના કારણે આવક વધે છે. વિડિયો તેમાં એક મોટી ભૂમિકા અદા કરે છે. આનો એક મોટો હિસ્સો ગુગલની કંપની યુટ્યુબના હિસ્સામાં આવે છે. આની બિલકુલ વિરુદ્ધમાં હવે ફોટો શેયરિંગ માટે લોકપ્રિય ફેસબુકની કંપની ઇન્સ્ટાગ્રામની લોકપ્રિયતા પણ હવે વધી રહી છે.
ઇન્સ્ટાગ્રામે પણ ધીમે ધીમે વિડિયોલાઇનમાં એન્ટ્રી કરી દીધી છે. યુવા પેઢીમાં તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. ઇન્ટરનેટ પર બાદશાહતને લઇને જારી રહેલી આ લડાઇના કારણે સામાન્ય લોકોને વધારે ફાયદો થઇ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વધારે ફાયદો થનાર છે. આ હલચલના કેન્દ્રમાં પણ ફેસબુક અને ગુગલ જ છે. ગુગલ એકબાજુ યુટ્યુબ મારફતે વિડિયો બજારના એક મોટા હિસ્ પર પ્રભુત્વ જમાવે છે. જ્યારે બીજી બાજુ તેને ટક્કર આપવા માટે ફેબબુક ઇન્સ્ટાગ્રામમાં નવા નવા સુધારા કરે છે અને નવા નવા ફિચર્સ ઉમેરે છે. વિડિયો બજારમાં આને કારણે મોટા ફેરફાર થવાના સંકેતો દેખાઇ રહ્યા છે. ફોટો અને વિડિયો શેયરિંગ એપ ઇન્સ્ટાગ્રામ કંપનીને વર્ષશ ૨૦૧૨માં ફેસબુકે એક અબજ ડોલરમાં ખરીદી લીધી લીધી હતી. આની કિંમત આજે વધીને ૧૦૦ અબજ ડોલર સુધી પહોંચી ગઇ છે. બ્લુમબર્ગ ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઇન્સ્ટાગ્રામના હાલમાં એક અબજ એક્ટિવ યુજર છે. જેની સંખ્યા ટુંક સમયમાં વધીને બે અબજ સુધી પહોંચી જશે.
આગામી પાંચ વર્ષના ગાળામાં જ તેના ગ્રાહકોની સંખ્યા ફેસબુક જેટલી પહોંચી જાય તેવી શક્યતા છે. અન્ય સોશિયલ મિડિયા સાઇટ્સની જેમ ઇન્સ્ટાગ્રામ પણ પોતાના ઇન્ટરફેસને સતત બદલે છે. જેમ કે ફોટગ્રાફિક્સ ફિલટર્સ, ,સ્ટોરીઝ, નાના વિડિયો, ઇમોજી, હૈશટૈગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. ભવિષ્યની રણનિતીને ધ્યાનમાં લઇને ઇન્સ્ટાગ્રામે એક નવ શરૂઆત કરી છે. તે છે આઇજી ટીવી. આના મારફતે કોઇ પણ યુઝર એક કલાક સુધીના લાંબા વિડિયો અપલોડ કરી શકે છે.
લાંબા વિડિયોનો અર્થ છે કે યુઝર વધારે સમય સુધી ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહેશે. સ્વાભાવિક છે કે આ લક્ષ્ય આર્થિક અએને વ્યવહારિક દ્રષ્ટિકોણથી એપ તૈયાર કરનાર દરેક કંપની હાંસલ કરવા માટે ઇચ્છુક હોય છે. આનો સીધો ફાયદો ફેસબુકને મળશે. હજુ સુધી લોકો યુટ્યુબના પોતાના વિડિયોને ફેસબુકના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકપ્રિય બનાવી રહ્યા હતા. જેથી તેને જોવા માટે ગ્રાહકો ફેસબુકને છોડીને યુટ્યુબના પ્લેટફોર્મ પર જતા રહેતા હતા. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક,ટ્વિટર, સ્લેપચૈટ અને યુટ્યુબ જેવી ઓનલાઇન સોશિયલ મિડિયા પ્લેટફોર્મના વધતા પ્રભાવના કારણે વ્યવહારિક કંપનીનુ વલણ સીધી રીતે જાહેરાતના બદલે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગની તરફ ગયુ છે.