અમારામાંથી કેટલાક લોકો તો કહેતા રહે છે કે ભાઇ હું તો ઓકેજનલ ડ્રિન્કર છુ . ક્યારેય ક્યારેક પેગ લગાવી લઉ છુ , ખુબ ઓછા પ્રમાણમાં શરાબ સેવન કરુ છુ. પરંતુ હાલમાં કરવામાં આવેલા નવા અભ્યાસથી આ પ્રકારની વાત કરનાર લોકોને પણ સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે શરાબના એક બે પેગ પણ ભારે પડી શકે છે. આ એક બે પેગ પણ નુકસાનકારક અને જીવલેણ સાબિત થઇ શકે છે. ૧૯૫ દેશોમાં શરાબ પીનાર લોકોને આવરી લઇને કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દર વર્ષે આના કારણે ૨.૮ મિલિયન અથવા તો ૨૮ લાખ લોકોના મોત થઇ જાય છે.
વોશિગ્ટનના સિએટલ સ્થિત ધ ઇન્સ્ટીટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુશનમાં નિષ્ણાંત તબીબ અને શોધ કરનાર મેક્સ ગ્રીસવોલ્ડે કહ્યુ છે કે શરાબનુ કોઇ પણ પ્રમાણ સુરક્ષિત નથી. હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એક મર્યાિદત પ્રમાણમાં શરાબનો ઉપયોગ કરવાથી હાર્ટની તકલીફ ઓછી થઇ જાય છે. પરંતુ આ નવા અભ્યાસમાં અગાઉના દાવાને ફગાવી દેવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યુ છે કે ખુબ ઓછા પ્રમાણમાં સેવન પણ જીવલેણ અને ખતરનાક છે. મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશિત અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે શરાબના સેવનતી જોડાયેલી આરોગ્ય સંબંધી પરેશાની દરરોજ એ જ પ્રમાણમાં વધે છે જેટલા પ્રમાણમાં શરાબનો ઉપયોગ કરવામાં આવે છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો દિવસમાં બે ડ્રિક્સ લે છે તેમાં બિમારીનો ખતરો સાત ટકા વધી જાય છે.
આવી જ રીતે જે લોકો પાંચ ડ્રિક્સ લે છે તેમાં ગંભીર બિમારીનો ખતરો ૩૭ ટકા વધી જાય છે. એંકદરે વર્ષ ૨૦૧૬માં પ્રીમેચ્યોર ડેથ અને અન્ય બિમારીથી થનાર મોતના કારણમાં એક કારણ શરાબ પણ હતુ. રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે શરાબના કારણે દર વર્ષે બે ટકા મહિલાઓ અને ૬.૮ ટકા પુરૂષોના મોત થઇ જાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચોકાવનારા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શરાબ અથવા તો આલ્કોહલનું સેવન ખતરનાક છે. ઘણી બીમારીઓને તે આમંત્રણ આપે છે. આ અભ્યાસના તારણ અગાઉના તારણ કરતાં બિલકુલ અલગ છ. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક પ્રકારના કેન્સરના ખતરાને પણ શરાબ વધારી દે છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં શરાબનું સેવન થાય છે. ભારતમાં પણ શરાબના શોખીનોની સંખ્યા ઓછી નથી. એનએચએસની માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે પુરુષોએ દિવસમાં ત્રણથી ચાર યુનિટથી વધારે ડ્રીક કરવું જાઈએ નહીં. જ્યારે મહિલાઓએ બેથી ત્રણ યુનિટથી વધારે સેવન કરવું જોઈએ નહીં. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શરાબની આનાથી પણ ઓછી સપાટીના સેવનથી પણ કેન્સરનો ખતરો રહેલો છે. અમારા અભ્યાસના ડેટા દર્શાવે છે કે કેન્સરના ઘણા કેસને ટાળી શકાય છે પરંતુ આના માટે આલ્કોહલિક વપરાશ દિવસમાં બે યુનિટ સુધી મર્યાિદત કરવામાં આવે તે જરૂરી છે.
પુરુષો દિવસમાં બે આલ્કોહલિક ડ્રીક અને મહિલાઓ એક આલ્કોહલિક ડ્રીક દરરોજ કરવાથી જાખમને ઘટાડી શકાય છે. ઘણી આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે ઓછા પ્રમાણમાં શરાબનું સેવન શરીર માટે ફાયદાકારક છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભલામણ કરવામાં આવેલી માર્ગદર્શિકા કરતા પણ ઓછા પ્રમાણમાં શરાબનું સેવન કરે તો વધુ કેન્સરના કેસોને અટકાવી શકાય છે. એકંદરે શરાબનું સેવન બંધ કરવાથી વધુ ફાયદો થઈ શકે છે. શરાબના કારણે વોઈસ બોક્સ સહિત ઘણા પ્રકારના કેન્સર થાય છે. લિવરના કેન્સરનો પણ ખતરો રહે છે. આ અભ્યાસના પરિણામો બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી ચૂક્યા છે.અન્ય એક રિપોર્ટ હાલમાં જારી કરવામાં આવી હતી જેમાં બ્રિટનના સંબંધમાં વાત કરવામાં આવી છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે આગામી ૨૦ વર્ષમાં દારૂના સેવનને લીધે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં અંદાજે બે લાખથી વધુ લોકો મોતને ભેટશે. આરોગ્ય નિષ્ણાતના મત મુજબ બે લાખમાંથી ત્રીજા ભાગના લોકો દારૂ પીવાથી ફેફસા સડી જવાના કારણથી મોતને ભેટશે. લેન્કેટ મેડીકલ જર્નલના અભ્યાસી અહેવાલમાં નિષ્ણાંતોએ કહ્યું છે કે અકસ્માત, હિંસા અને આપઘાત જેવા કારણોથી પણ લોકો મૃત્યુ પામશે.
આ ઉપરાંત દારૂપીવાથી બીપી વધવુ, પક્ષાઘાત, હૃદયરોગનો હુમલો અને કેન્સર જેવી બીમારી પણ મોત માટે કારણભૂત બની શકે છે. રોયલ કોલેજ ઓફ ફીઝીશીયનના પૂર્વ વડા અને અભ્યાસ હાથ ધરનાંર તબીબોમાના સહિત તમામ સત્તાધારીઓએ બ્રિટનમાંનો દારૂ પીવાના પ્રશ્નનો ઉકેલ લવવા જરૂરી છે. દારૂપીવાથી થતા મોતના આંકડાને અટકાવવા માટે સરકારી સ્તરે જ પગલા લેવા જરૂરી બન્યા છે. ૧૯૮૦માં સોવિયટ સંઘને પણ આવા પગલાં ઉઠાવી દારૂ સંબધિત મોતનો રશિયો ૧૨ ટકા ઘટાડી દીધો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ વિશ્વમાં દર વર્ષે દારૂ પીવાને પગલે અંદાજે ૨.૮ મીલીયન લોકો મોતને ભેટે છે. વર્લ્ડહેલ્થ ઓર્ગેનાઈઝેસરના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વભરમાં દારૂના સેવનના મામલા વધી રહ્યા છે. ઘણા દેશોમાં શરાબના કારણે આવકમાં પણ વધારો થઈ રહ્યો છે પરંતુ તેની આરોગ્ય પર માઠી અસર થઈ રહી છે. માત્ર બ્રિટનની જ આ સમસ્યા નથી બલ્કે વિશ્વના ઘણા ધનાઢ્ય દેસોમાં આ સમસ્યા પ્રવર્તી રહી છે.