તરનજીત સિંહ નામધારીની ડોક્યુમેન્ટ્રી ‘સંગીત-સરુપ-સતગુરુ’નું પ્રીમિયર કેટલાંક મશહૂર સ્ટાર્સની મોજુદગીનું સાક્ષી બન્યું. આ ડોક્યુમેન્ટ્રી સતગુરુ જગજીત સિંહજી દ્વારા પંજાબના ભૈણી સાહેબ નામના ગામમાં શાસ્ત્રીય સંગીત શીખવા માટે યુવાનોને પ્રેરિત કરવાનું કામને દર્શાવે છે. સતગુરુની આ સંગીતમય વિરાસત ૧૦૦ વર્શની થઇ ગઇ છે. પ્રીમિયરમાં નામધારીના વર્તમાન ગુરુ સતગુરુ ઉદય સિંહજી, ઉસ્તાદ જાકિર હુસૈન, પંડિત શિવ કુમાર શર્મા સહિત અન્ય ગણમાન્ય લોકો ઉપસ્થિત હતાં.
ઉસ્તાદ જાકિર હુસૈને જણાવ્યું કે, ‘ખૂબ જ ઓછાં ઉસ્તાદોના જીવનના બધા ક્ષેત્રોમાં સંગીત પર, આધ્યાત્મિકતા પર આ રીતનો પ્રભાવ પડ્યો છે. સંગીત દ્વારા ઇન્સાન એક આદર્શ જીવન કેવી રીતે જીવી શકે છે. તે શીખવવું જ પોતાનામાંજ એક મોટી વાત છે. સતગુરુજીના આશીર્વાદથી અમને એવા કલાકાર મળ્યાં જે આ જીવન તથા યુગમાં કેટલાંક અન્યત્ર નથી મળતાં.’
પંડિત શિવ કુમાર શર્માએ જણાવ્યું કે, ‘સતગુરુજીના પ્રયાસોને ઇતિહાસમાં સ્વર્ણાક્ષરોમાં લખવામાં આવશે. દિલરુબા પર તેમના લયબદ્ધ પ્રદર્શન અતુલનીય હતું.’
આ ડોક્યુમેન્ટ્રી સંગીતના ૧૦૦ વર્ષ જૂની વિરાસત તથા સંગીતના પ્રભાવને ચિત્રિત કરે છે. ઉદ્યોગ દિગ્ગજા દ્વારા તે લોકોની કહાનીઓને નૈરેટ કરવામાં આવ્યાં છે, જેમણે ગામના બાળકોને જ્ઞાન પ્રદાન કરીને આ પ્રક્રિયાને આશ્વાસન આપ્યું અને તેમને સંગીત શીખવા માટે પ્રેરિત કરવામાં આવ્યાં. ફિલ્મ નિર્માતા તરનજીત સિંહ નામધારીએ શાસ્ત્રીય સંગીતના સાચાં સંરક્ષકની સૌથી આશ્ચર્યજનક કહાનીઓમાંથી એકને બતાવી છે.