અમદાવાદ : દમ-અસ્થમા એ ફેફસાની નળીમાં થતો રોગ છે, જેને ચોક્કસ ઇન્હેલેશન થેરપી અને સારવારની મદદથી ચોક્કસ નિયંત્રણમાં રાખી શકાય છે અને દર્દી પોતાની આખી જીંદગી નોર્મલ લાઇફ જીવી શકે છે. ગુજરાતમાં દિર્ઘકાલીન શ્વસનક્રિયાને લગતા રોગોથી ૪૦-૬૯ વર્ષની વય જૂથના લોકોમાં મૃત્યુના કારણોમાં આ ત્રીજુ સૌથી મોટુ કારણ છે અને ૭૦થી વધુ વર્ષની વયના લોકોના મૃત્યના કારણોમાં આ બીજુ સૌથી મોટું કારણ છે. અસ્થમા અને સીઓપીડીના મેનેજમેન્ટમાં સૌથી મોટો પડકાર છે સૂચનાઓનો યોગ્ય અમલ કરાવવો અને યોગ્ય અને સરળ રીતે ઈન્હેલર્સના ઉપયોગ અંગે જાગૃતિ લાવવી. ઘણા દર્દીઓ અવારનવાર તમેની દવાઓ અથવા તો ઈન્હેલર્સનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી જેનાથી રોગને નિયંત્રણમાં લાવવાનું પડકારજનક બની જાય છે. તેનાથી તેમને ઓરલ થેરેપી આપવી પડે છે.
જોકે, છેલ્લા ઘણા વર્ષોમાં ઈન્હેલર્સ માટેના સાધનોમાં ઘણો વિકાસ થયો છે પરંતુ ખોટી ઈન્હેલર ટેકનીકનું પ્રમાણ હજી પણ વધારે છે. સીઓપીડી ૧૯૯૦માં મૃત્યુના કારણોમાં નવમાં ક્રમે હતું જે હવે આગળ આવીને ૨૦૧૬માં બીજા ક્રમે આવી ગયું છે. દમ-અસ્થમાના ૮૦ ટકા દર્દીઓ ઇન્હેલર્સની સાચી રીતે ઉપયોગ જ નહી કરતાં હોવાનું અભ્યાસમાં સામે આવ્યું છે અને તેના કારણે યોગ્ય રીતે ઇન્હેલેશન થેરેપી યુઝ નહી કરવાથી ૬૧ ટકા કેસોમાં દમ-અસ્થમાના દર્દીઓને સારવારમાં જાઇએ તેવા પરિમાણો મળતા નથી એમ અત્રે શહેરના એચસીજી હોસ્પિટલના ચેસ્ટ વિભાગના એમડી ડોક્ટર નરેન્દ્ર રાવલ અને ડોક્ટર હેતલ શાહે જણાવ્યું હતું. દમ-અસ્થમાના દર્દીઓને ઇન્હેલેશન થેરપી સહિતની બાબતોની બહુ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન આપતાં સેમીનારમાં ડો.નરેન્દ્ર રાવલ અને ડો.હેતલ શાહે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં દમ-અસ્થમાના દર્દીઓનુ પ્રમાણ ૧૧ ટકાની આસપાસ છે પરંતુ ભારતમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં તેનું પ્રમાણ વધ્યું છે., જે દસથી પંદર ટકા સુધી પહોંચ્યું છે. દમ-અસ્થમામાં યોગ્ય થેરાપી કે સાધનના ઉપયોગની સાચી જાણકારી હોય તો દર્દીને વધાસે સંતોષ મળે છે, સ્વાસ્થ્ય સુધરે છે અને સ્વાસ્થ્યને લગતા સ્ત્રોતનો ઉપયોગ ઘટે છે. અસ્થમામાં આ ઘણું જ મહત્વનું બની જાય છે કારણ કે તેમાં મોટા ભાગે તમારે શ્વાસને લગતી દવાઓ પર આધાર રાખવો પડે છે જે શ્વસનક્રિયાને લગતા રોગોના મેનેજેન્ટ માટે ઘણું મહત્વનું છે.
તે દવાઓ સીધી ફેફસામાં જાય છે અને ઝડપથી અસર કરે છે. ઓછા ડોઝથી આડઅસરનું જોખમ પણ ઘટી જાય છે. શ્વાસની દવાથી રોગની સ્થિતિમાં સુધારો થાય છે અને તેની તિવ્રતામાં ઘટાડો થયા છે તથા જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. તેથી જો તેનો સાચો ઉપયોગ કરવામાં ન આવે તો તેની સ્થિતિ બડી શકે છે. સર્વે પ્રમાણે ભારતના તમામ અસ્થમાના દર્દીઓ કાં તો નિયંત્રણમાં નથી અથવા તો ઓછા નિયંત્રણમાં છે. આ નબળા નિયંત્રણ માટે શ્વાસ લેવાની નબળી ટેકનીક જવાબદાર છે. એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે, દમ-અસ્થમામાં અયોગ્ય ટેકનીક અને ઈન્હેલેશન થેરેપીનું યોગ્ય પાલન ન થતું હોવાના કારણે ૬૧ ટકા કેસમાં તેનું યોગ્ય પરીણામ મળતું નથી જ્યારે ફિઝિશિયન્સના ૬૭ ટકા કેસોમાં ધાર્યું પરીણામ મળતું નથી. અસ્થમા મેનેજમેન્ટ માટે શિક્ષણ અને જાગૃતિ લાવવાની અત્યંત જરૂર છે. દરમિયાન આજે માર્કેટમાં વિવિધ ઈન્હેલર સાધનનો ઉપલબ્ધ છે જેમાં દબાણયુક્ત લેવામાં આવતા મીટર્ડ-ડોઝ ઈન્હેલર્સ (એમડીઆઈ), ડ્રાય પાવડર ઈન્હેલર્સ (ડીપીઆઈ) અને નેબ્યુલાઈઝર્સ સામેલ છે. ભારતમાં અંદાજીત ૯૦ ટકા ડોક્ટર્સ અસ્થમા અને સીઓપીડીના દર્દીઓ પ્રથમ વખત તેમની પાસે આવે છે ત્યારે તેઓ તેમાંથી ૪૦ ટકા લોકોને ઈન્હેલર્સ સાધનનો ઉપોયગ કરવાનું લખી આપે છે. ઘણા દર્દીઓને એમડીઆઈનો ઉપયોગ કરવામાં મુશ્કેલી નડતી હોય છે.
તેમાં કોઈ જ શંકા નથી કે દર્દીઓમાં શ્વાસ લેવાની ટેકનિક ઘણી નબળી હોય છે.મોટા ભાગના ૮૦ ટકા દર્દીઓ તેમના ઈન્હેલર્સનો સાચી રીતે ઉપયોગ કરતા નથી. તેનાથી રોગને નિયંત્રણમાં રાખવો મુશ્કેલ બની જાય છે. તેથી ઇન્હેલર્સના ઉપયોગની સાચી ટેકનીક અને પધ્ધતિ બહુ જ જરૂરી છે.