ફર્સ્ટ- એવર BMWX7 ભારતમાં લોન્ચ કરાઈ હતી. BMWની બહુપ્રતિક્ષિત ફ્લેગશિપ સ્પોર્ટસ એક્ટિવિટી વેહિકલ (SAV) ભારતમાં લોન્ચ માટે ખાસ નિર્માણ કરાયેલા પેવિલિયન ખાતે રજૂ કરવામાં આવી હતી.
સ્થાનિક સ્તરે BMWગ્રુપ પ્લાન્ટ ચેન્નાઈ ખાતે નિર્મિત ફર્સ્ટ- એવર BMWX7 આરંભ કરતાં BMW ડીલરશિપ્સ ખાતે બુક કરી શકાશે.
ડો. હેન્સ- ક્રિશ્ટિયન બેરટેલ્સ, પ્રેસિડેન્ટ (એક્ટિ.),BMW ગ્રુપ ઈન્ડિયા કહે છે,“ફર્સ્ટ- એવર BMWX7 લક્ઝરી ક્લાસનું સ્ટેટમેન્ટ છે, જે ‘X’રેન્જની ફ્લેગશિપ છે. તે સ્પોર્ટસ એક્ટિવિટી વેહિકલની સ્થિતિસ્થાપક ડ્રાઈવિંગ અને મોકળાશભરી જગ્યા સાથે લક્ઝરી સેડાનની આધુનિકતા અને વિશિષ્ટતાને જોડે છે. રસ્તા પર પોતાના વર્ચસ્પની ખાતરી રાખતાં X7 નો આકાર જોઈને વિશ્વાસ કરવો જોઈએ. તે મોટી છે, તે બોલ્ડ છે અને અતુલનીય ઓન-રોડ હાજરી ધરાવે છે. ફર્સ્ટ- એવર BMWX7 લક્ઝુરિયસ ડ્રાઈવિંગ ખુશીમાં નવું નક્કોર પરિમાણ ખોલે છે અને પ્રવાસની દરેક પળને બહેતર બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. કપરામાં કપરા રસ્તાઓ પર પણ જીત હાંસલ કરીને કક્ષામાં અવ્વલ આ કાર સંપૂર્ણ અસમાંતર પ્રદાન કરે છે. BMWX7 સાથે શક્યતાઓ ખરેખર અસીમિત છે.”
BMW X7 xDrive30d : INR 98,90,000
BMW X7 xDrive40i (CBU) : INR 98,90,000
ફર્સ્ટ- એવર BMWX7અજોડ ડિઝાઈન સ્કીમમાં ઉપલબ્ધ છે- ડિઝાઈન પ્યોર એક્સલન્સ ‘DPE’. ડિઝાઈન પ્યોર એક્સલન્સ પેકેજ ઉત્કૃષ્ટ છાંટ સ્થાપિત કરે છે. એક્સટીરિયરમાં ક્રોમ હાઈ- ગ્લોસ તત્ત્વો અને અન્ય ઈન્ટીરિયર ફિનિશીઝ અજોડ કળાકારીગરી સાથે સમકાલીન, લક્ઝુરિયસ અને સુંદર ગુણો અધોરેખિત કરે છે.