લોકશાહી દેશમાં વિપક્ષની ભૂમિકા એક સારા રચનાત્મક વિપક્ષની રહે તે જરૂરી છે. પ્રજા સાથે જોડાયેલા મુદ્દા પર યોગ્ય રીતે રજૂઆત કરવાની સાથે સાથે રચનાત્મક ભૂમિકા અદા કરે તે પણ જરૂરી છે. સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલામાં જો કોઇ ખામી છે તેને યોગ્ય રીતે રજૂ કરવાની ફરજ વિપક્ષની રહેલી છે. જો કે લોક કલ્યાણમાં લેવામાં આવેલા પગલાને ટેકો આપે તે પણ એક હકારાત્મક વિપક્ષની જવાબદારી છે. કારણ કે વિપક્ષમાં છે પરંતુ તેના સભ્યો પણ આખરે તો લોકસેવા કરવા માટે જ ચૂંટાઇને આવ્યા છે. જન કલ્યાણના મુદ્દાને સારી રીતે રજૂ કરવા તમામ ચૂંટાયેલા પ્રતિનિધીઓની ફરજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે ફરી એકવાર સત્તામાં આવી છે. બીજી અવધિ મોદી સરકાર શરૂ કરી ચુકી છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોની હાલત વધારે ખરાબ થઇ છે. તેમની સીટો ઘટી છે.
જો કે વિરોધ પક્ષોએ તેમની રજૂઆત ધારદાર રીતે કરવી જોઇએ. મોદીના નેતૃત્વમાં પ્રથમ અવધિના શાસન દરમિયાન કેટલાક કઠોર અને કેટલાક વિવાદાસ્દ નિર્ણય પણ કરવામાં આવ્યા હતા. જેમાં નોટબંધી અને જીએસટી જેવા કઠોર નિર્ણયનો સમાવેશ થાય છે. કેટલાક ખુબ કઠોર નિર્ણય કરવામાં આવ્યા હોવા છતાં સરકારની અને ખાસ કરીને મોદીની લોકપ્રિયતા અકબંધ રહી છે. આ બાબત હાલમાં યોજાયેલી ચૂંટણીમાં સાબિત થઇ ચુકી છે. ભ્રષ્ટાચારના કોઇ મામલા આ ગાળામાં આવ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ વિકાસપર્વમાં અન્ય પ્રધાનો અને નેતાઓ સાથે ભાગ લઇ રહ્યા છે. સાથે સાથે આ ગાળા દરમિયાન સરકાર દ્વારા મેળવવામાં આવેલી સિદ્ધીઓને રજૂ કરી રહ્યા છે. આવી સ્થિતીમાં કેટલાક મુદ્દે મોદી સરકારની ટિકા પણ થઇ રહી છે. એક ખામીવગરની લોકશાહી વ્યવસ્થા સ્થાપિત કરવા માટે આ દિશામાં આગળ વધવાની બાબત ઉપયોગી છે.
ખામીવગરના લોકશાહી મોડલ માટે ઉપરોક્ત તમામ બાબતો પર ધ્યાન ખુબ જરૂરી છે. ભારતીય રાજનેતા આ ક્રમમાં તરત જ પુરતી રીતે જ્યા જ્યારે જરૂર પડી ત્યારે લોકોના ઝનુન, સમસ્યાઓ અને ભાવના પ્રત્યે સંતોષજનક અને જવાબદારીપૂર્વકના વલણ સાથે નજરે પડ્યા છે. જા આવુ ન થયુ હોત તો ક્યારેય ખતમ ન થનાર અસંતોષની બાબતો લોકશાહી માટે પડકારરૂપ બની હોત અને અસંતોષની ભાવના ક્યારેય ખતમ થઇ ન હોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સારી રીતે જાણે છે કે ભારતીય લોકશાહી માળખુ આવી તમામ બાબતને પહોંચી વળે તે હદ સુધી મજબુત છે. ભારતીય જનતા પાર્ટી માને છે કે તેમનો ઉદ્દેશ્ય પ્રભાવી રીતે સરકારને ચલાવીને જનમાનસમાંથી અસંતોષ અથવા તો નિરાશાની ભાવનાને દુર કરવાનો છે. આવી સ્થિતીમાં પણ સરકાર સામે કેટલાક પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ દબાણ આવતા રહે છે. જેથી આના પ્રાભાવી સંચાલન માટે જરૂરી છે કે તે આ બાબતની ખાતરી કરે કે તે વહેલી તકે અને સરળરીતે દેશની પ્રજાને સામાન્ય ન્યાય મળે. કાર્યપાલિકા ઇમાનદારીથી જરૂરી કાર્યવાહી કરે અને ન્નાયતંત્ર લોકોની સંવેદનશીલતાને સમજીને કાયદાનુ નિર્માણ કરે.
આ રીતે સંબંધિત ક્ષેત્રોમાં કરવામાં ઉપયાથી કેટલીક હદ સુધી દબાણની સ્થિતીનો સામનો કરી શકાય છે. કેન્દ્રિય પ્રધાનમંડળમાં કુશળતા નક્કી કરવા માટે એકબાજુ કેન્દ્રિય પ્રધાનો પર કુશળતાપૂર્વક નિયંત્રણ રાખવા પડશે. બીજી બાજુ વ્યાપક રાષ્ટ્રીય હિતમાં રાજ્યોના મુખ્યપ્રધાનોને જરૂરી સ્વાયત્તા આપવી પડશે. એક સર્વે મુજબ કેટલાક સ્વાભાવિક અને કેટલાક વિપક્ષ દ્વારા ભડકાવવામાં આવેલા આંદોલનના કારણે પણ મુલ્યાંકન કરવામાં આવે છે. આંદોલનને હાથ ધરવામાં સફળતા અથવા તો નિષ્ફળતાનુ મુલ્યાંકન આ આધારપર કરવામા આવે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારી ઉપલબ્ધ સંશાધનો મારફતે કોઇ પણ જાનમાલના નુકસાન વગર અને જનતાને હેરાન કર્યા વગર શાંતિ સ્થાપિત કરી શક્યા છે કે કેમ. જનતાની વચ્ચે કોઇ પણ પ્રકારની ઉગ્રતાને નિયંત્રણ કરવા માટે દર્શાવવામાં આવેલી બેદરકારી લોકોના દિલોદિમાગમાં ઘર કરી જાય છે.
આ બાબત સુશાસન સામે ખતરારૂપ બની જાય છે. આના કારણે દેશની લોકશાહીને પણ ફટકો પડે છે. રોચક બાબત એ છે કે ૧૮૩૦માં અવેક્સ ડિ નામની એક ફ્રાન્સીસ વ્યક્તિએ અમેરિકામાં લોકશાહી દરમિાન પરેશાનીને લઇને અભ્યાસની પ્રક્રિયા હાથ ધરી હતી. તેમના મત ખુબ ઉપયોગી સાબિત થયા છે. આજે રાજકીય રીતે કોંગ્રેસની હાલત ભલે કફોડી હોય, ભલે તેની પાસે આંકડા પુરતા ન હોય છતાં વિપક્ષની ભૂમિકા સાર્થક ભૂમિકા હોય છે. રાષ્ટ્રીય હિતમાં સાર્થક વિપક્ષની ભૂમિકા અદા કરવાની તેની જવાબદારી બને છે. સત્તામાં બહુમતિ સાથે કોઇ પણ પાર્ટી કેમ ન હોય પરંતુ તેને દેશના લોકોના એકાધિકાર મળી જતા નથી. કારણ કે સુશાસન એકબીજા સાથે જોડાયેલી બાબતો છે. સત્તામં રહેતા માનવતા પણ એક પાસા તરીકે છે. બીજી બાબત વિપક્ષમાં રહેલી કોઇ પણ પાર્ટી સત્તામાં આવ્યા બાદ દેશ પર પોતાના એકાધિકારને સમજી શકે નહી. સાથે સાથે જુની નારાજગી દુર કરવા માટે તે સત્તાનો ઉપયોગ પણ કરી શકે નહી. કારણ કે એક મજબુત વિપક્ષ પણ ભારતીય પ્રજા માટે ઉપયોગી હોય છે. આ બાબત તમામ રાજનેતાને સમજવાની જરૂર છે.