યૂડલી ફિલ્મ્સને સતત ક્વોલિટી સિનેમા બનાવવા માટે જાણવામાં આવે છે, આ ફિલ્મોની ટીકાકારોં પ્રશંસા કરે છે અને તેમણે કરોડો દર્શકોના હૃદયને સ્પર્શ કર્યો છે. હવે યૂડલી ફિલ્મ્સે પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આગરા શીર્ષકથી બનવાવાળી આ ફિલ્મનું નિર્દેશન કાનૂ બહલ કરશે, જેની પહેલી ફિલ્મ ‘તિતલી’એ દુનિયાભરના દર્શકો અને ટીકાકારોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. કાનૂ બહલની પ્રથમ ફિલ્મ ‘તિતલી’એ સ્ટોરી ટેલરના રુપમાં મજબૂતીથી પોતાની સાખ બનાવી છે જેને દુનિયાભરમાં મોટા પાયે આલોચનાત્મક પ્રશંસા મળી છે. ‘તિતલી’ કાન ફિલ્મ મહોત્સવના ૨૧૦૪ સંસ્કરણ સહિત દુનિયાભરના વીસથી વધારે મુખ્ય ફિલ્મ ફેસ્ટીવલ્સમાં ગઇ અને વિવિધ શ્રેણીઓમાં કેટલાંક પુરસ્કાર જીત્યાં. કાનૂની અપકમિંગ ફિલ્મ હોવાથી ‘આગરા’ આવતાં મહિનામાં દર્શકો માટે કૌતુહલનો વિષય છે.
નિર્દેશક કાનૂ બહલે જણાવ્યું કે, “આગરા એક એવા પરિવારની કહાની છે જે ઉર્જા અને જિંદાદિલીથી ભરપૂર છે. આ ભીડથી ભરેલ ઝડપથી વધતી દુનિયામાં પોતાના માટે જગ્યાની તલાશ છે, એક શખ્યના સેક્સુઅલ સફરની તલાશ છે. યૂડલી ફિલ્મ્સ જેવા એક પ્રોડક્શન હાઉસની આગળની આવીને આ પ્રોજેક્ટને સમર્થન આપવાથી મને તેના સાર્થક સિનેમા બનાવવા માટે તેમની પ્રતિબદ્ધતામાં વિશ્વાસ અપાવે છે”
વીપી ફિલ્મ્સ એન્ડ ટેલીવિઝન સારેગામા ઇન્ડિયા અને યૂડલી ફિલ્મ્સના નિર્માતા સિદ્ધાર્થ આનંદ કુમાર જણાવે છે કે “આગરાએ યૂડલી ફિલ્મ્સની ક્વાલિટી સિનેમાને બનાવી રાખવાની પ્રતિબદ્ધતા જાળવી રાખી છે જેના માટે સારી સ્ક્રિપ્ટ સૌથી મુખ્ય છે. પોતાની પસંદના વિષયોમાં નિડર હોવું અને દુનિયાભરમાં શ્રેષ્ઠમાં સામેલ હોવું જેની પહેચાન બની ગઇ છે. કાનૂ બહલ જેવી પ્રતિભાની સાથે આ રોચક કહાનીને સ્ક્રીન પર પ્રસ્તુત કરવું બધાં સિનેમા પ્રેમિયો માટે એક ટ્રીટ જેવું છે”
પ્રતિભાશાળી કલાકારોથી સજેલ ‘આગરા’થી ટેલેન્ટેડ રાહુલ રોય વાપસી કરી રહ્યાં છે. ફિલ્મમાં પ્રિયંકા બોસ, મોહિત અગ્રવાલ અને રુહાની શર્મા, વિભા છિબ્બર, સોનલ ઝા અને આંચલ ગોસ્વામીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી છે.