જુદા જુદા રોગ માટે રસી તૈયાર કરવામાં આવી ચુકી છે અને કેટલાક રોગ માટે રસી હજુ પણ તૈયાર કરવામાં વૈજ્ઞાનિકો અને તબીબો લાગેલા છે. તબીબોનુ કહેવુ છે કે શરીર માટે કવચ સમાન કામ કરીને અનેક બિમારીઓની સાથે રક્ષણ આપવાનુ કામ રસી કરે છે. મોનસુનની સિઝન ચાલી રહી છે. મોસમમાં ફેરફાર થઇ રહ્યા છે. આ પ્રકારના ફેરફારના માહોલમાં કેટલાક ઇન્ફેક્શન રોગની આશંકા વધારી દે છે. બાળકોમાં સૌથી વધારે મામલા ઝાડા ઉલ્ટી, પેચિસ, ટાયફોઇડ, અને હેપેટાઇટિસ-એ, બી અને સીની તકલીફ હોય છે. મેલેરિયા અને ડેન્ગ્યુના કેસો પણ આ સિઝનમાં વધારે પ્રમાણમાં સપાટી પર આવે છે. ચિકનપોક્સ પણ બાળકોમાં જોવા મળે છે. જેથી જે રોગ થવાનો ખતરો રહે છે તેવી રસી સૌથી પહેલા બાળકોને લેવડાવવામાં આવે તે જરૂરી છે.
નિષ્ણાંત તબીબો કહે છે કે શિશુને નિયમિત રીતે ડિપ્થેરિયા, મીસલ્સ, ટ્યુબરોક્લોસીસ, કાળી ખાંસી, ટિટનસ, પોલિયો અને હેપેટાઇટિસની રસી નિયમિત ગાળામાં લઇ લેવી જોઇએ. દુષિત ભોજનનના કારણે ફુડ પોઇઝનિંગ ન થાય તે માટે રોટાવાયરસના ઇન્જેક્શન લેવાની જરૂર હોય છે. મીસલ્સ, રુબેલા જેવા રોગ માટે પણ રસી લેવી જોઇએ. આના જુદા જુદા ડોઝ જુદી જુદી વયમાં લગાવી લેવા જોઇએ. મેડિકલ વિભાગમાં હજુ પણ કેટલાક રોગથી બચવા માટે રસી હજુ ઉપલબ્ધ બની નથી. આવી સ્થિતીમાં સાફ સફાઇ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. સાફ સફાઇ રાખીને આનાથી બચી શકાય છે. જેમાં મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગ સામેલ છે. રોગોથી બચાવી લેવા માટે ૧૦ વર્ષના અંતરાલ બાદ ટિટનેસના ઇન્જેક્શનને પણ લઇ લેવાની જરૂર હોય છે. એનઆરઆઇ લોકોને જતી વેળા યેલો ફિવર રસી મુકાઇ લેવી જોઇએ.
તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવમાં આવ્યું છે કે હોસ્પિટલમાં થતા બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે ભારતમાં દર વર્ષે જન્મના પ્રથમ ચાર સપ્તાહમાં ૧૯૦૦૦૦ બાળકોના મોત થઇ જાય છે. અભ્યાસમાં ચોંકાવનારા તારણ સપાટી પર આવ્યા બાદ આરોગ્યને લઈને ભારતમાં નવજાત શિશુના મામલે ગંભીર ચિત્ર સપાટી પર આવ્યું છે. સેન્ટર ફોર ડીસીઝડાયનેમિક્સ ઈકોનોમિક્સ એન્ડ પોલિસી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આશરે ૧૦ લાખ ભારતીય નવજાત શિશુ દર વર્ષે લાઈફના પ્રથમ ચાર સપ્તાહમાં મૃત્યુ પામે છે. આ મોત પૈકી ૧૯૯૦૦૦ જેટલાં નવજાત શિશુના મોત બેક્ટેરિયલ ઈન્ફેક્શનનાં કારણે થાય છે. સેપ્સીસ અથવાતો બેક્ટેરિયલ ઈન્ફેક્શન સારવાર થઈ શકે તે પ્રકારનો રોગ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોસ્પિટલમાં લાગતા ઈન્ફેક્શનનાં કારણે થાય છે. પુખ્ત વયના લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવતાં કેટલાંક બાળકોનાં મોત થાય છે. યોગ્ય માર્ગદર્શન નહીં મળવાથી અથવા તો આડેધડ દવાનો ઉપયોગ કરવાથી બાળકોનાં મોત થાય છે.
નવજાત શિશુ સામે કામ કરતાં બેક્ટેરિયાને અમે મજબૂત બનાવી દઈએ છીએ. નવજાત શિશુમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી રહે છે. આવા બાળકોને ખૂબજ સંભાળની જરૂર પડે છે. એન્ટીબાયોટિક રજીસ્ટન્સ અથવા તો એબીઆર સામે લડવા ઉપયોગી એન્ટીબાયોટિકનો ઉપયોગ વધે તે અતિ જરૂરી છે. ભારતમાં નવજાત શિશુ અને બાળકને જન્મ આપનાર માતાનો દર ઉંચો છે. વિશ્વનાં અન્ય દેશોની સરખામણીએ ભારતમાં આ દર વધુ છે. બાળકનાં જન્મ વેળા ભારતમાં ઘણી મોટી સંખ્યામાં મહિલાઓનાં મોત થાય છે અને આના માટે મુખ્ય કારણ બેદરકારી છે. પ્રથમ ચાર સપ્તાહમાં ૧૯૦૦૦૦ બાળકોનાં મોતનો આંકડો પણ ઓછો નથી. રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી ધરાવતા લોકોને ઇન્ફેક્સન વહેલી તકે થઇ જાય છે.
નબળી રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવનાર બાળકોને વધારે સાવધાન રાખવાની જરૂર હોય છે. તેમને જન્મથી લઇને પાચ વર્ષની વય સુધી જરૂરી રસી ચોક્કસપણે અપાવવી જોઇએ. આ ઉપરાંત ૬૫ વર્ષની વયને પાર કરી ગયેલા લોકો પણ જુદા જુદા રોગથી બચવા માટે ન્યુમોકોકલ વેક્સીન લગાવે છે.બેક્ટેરિયા, વાયરસ અને પેરાસાઇટથી ખુની દસ્તને રોકવા માટે સાફ સફાઇને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે તે જરૂરી છે. મોનસુનની સિઝનમાં જુદી જુદી બિમારી ઝડપથી ફેલાઇ જાય છે. ખાસ કરીને બાળકો અને રોગપ્રતિકારક ક્ષમતા ઓછી ધરાવતા લોકોને તરત જ જુદા જુદા પ્રકારની ઇન્ફેક્શનની અસર થાય છે. જાણકાર લોકો માને છે કે રોગપ્રતિકારક ક્ષમતા વધારી દેવા માટે પૌષ્ટિક ચીજોનો ઉપયોગ કરવાની જરૂર હોય છે.