શ્રીનગર : વાર્ષિક અમરનાથ યાત્રામાં હજુ સુધી છેલ્લા ૨૧ દિવસના ગાળામાં જ ૨.૭૦ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. અમરનાથ યાત્રા પહેલી જુલાઇના દિવસે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદથી યાત્રા સાનુકુળ માહોલમાં જારી રહી છે. શ્રી અમરનાથ મંદિર બોર્ડના અધિકારીઓએ કહ્યુ છે કે યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી ૨૭૨૦૦૪ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં દર્શન કરી ચુક્યા છે. બાબા બફાર્નીના દર્શન કરવા શ્રદ્ધાળુઓ પડાપડી કરી રહ્યા છે. પોલીસે કહ્યુ હતુ કે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બે કાફલામાં ભગવતીનગર યાત્રી નિવાસથી ૩૧૭૮ જેટલા શ્રદ્ધાળુઓની ટુકડી રવાના કરવામાં આવી હતી. અમરનાથ યાત્રાની સાથે સાથે નીચે મુજબ છે.
- પવિત્ર અમરનાથની ગુફામાં બાબા બફાર્નિના દર્શન કરવા માટે પડાપડી જારી
- અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૭૦ લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે
- અમરનાથમાં દર્શન કરવા માટે હજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સુક બન્યા છે
- આજે વહેલી પરોઢે ૩૧૭૮ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામાં આવી
- પહેલગામ અને બલતાલ રૂટ માટે શ્રદ્ધાળુઓની ટુકડી રવાના કરવામાં આવી
- શ્રદ્ધાળુઓની બંને ટુકડીમાં મહિલાઓ અને સાધુ-સંતો પણ સામેલ
- અમરનાથમાં પ્રતિકુળ સંજાગો હોવા છતાં શ્રદ્ધાળુઓને ઉત્સાહ અકબંધ રહ્યો છે
- અમરનાથમાં કોઈપણ બનાવ ન બને તે માટે આ વખતે વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતે આ વખતે અમરનાથયાત્રામાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેથી શ્રદ્ધાળુઓમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે
- અમરનાથ યાત્રા રક્ષાબંધન સુધી ચાલનાર છે
- અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી અનેક વખત બંધ રખાઈ છે
- અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨૨ શ્રદ્ધાળુઓના મોત થઇ ચુક્યા છે
- અમરનાથ યાત્રામાં કેટલીક જગ્યાએ જટિલ સ્થિતી હોવાના કારણે ઓક્સિજનની કમી થાય છે જેથી શ્રદ્ધાળુઓ અટેકનો શિકાર થઇ જાય છે
- અમરનાથ યાત્રામાં મુસ્લિમ સમુદાયના લોકો પણ મદદ કરી રહ્યા છે
- અમરનાથ યાત્રા ૧૫મી ઓગષ્ટના દિવસે રક્ષાબંધનના પવિત્ર દિવસે પૂર્ણ થશે