મુંબઈ : ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ સતત ૧૧મા વર્ષે પણ પોતાના કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો વાર્ષિક પગાર ૧૫ કરોડ જાણવી રાખ્યો છે. બીજી બાજુ ૩૧મી માર્ચ ૨૦૧૯ના દિવસે પુરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીના ડિરેક્ટર્સના પગારમાં સારો વધારો થયો છે. જેમાં તેમના નજીકના સંબંધી નિખિલ અને હિતલ મેસાની પણ સામેલ છે. આરઆઈએલે પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીનો પગાર ૧૫ કરોડ નક્કી કરવામાં આવ્યો છે. જે કંપનીમાં ખુબ મહત્વ રાખે છે. મુકેશ અંબાણીએ ૧૧માં વર્ષે પણ પોતાના પગારમાં કોઈ વધારો કર્યો નથી.
રિલાયન્સના બાકી દરેક પૂર્ણકાલિક નિદેશકોનું પેકેજ ગત નાણાકીય વર્ષમાં સારી રીતે વધ્યું છે. મુકેશ અંબાણીના કઝિન નિખિલ અને હિતલ મેસવાનીનું પેકેજ વધીને ૨૦.૫૭-૨૦.૫૭ કરોડ રૂપિયા થઇ ગયું છે. ૨૦૧૭-૧૮માં તે પેકેજ ૧૬.૫૮-૧૬.૫૮ કરોડ રૂપિયા હતું. ૨૦૧૫-૧૬માં નિખિલને ૧૪.૪૨ કરોડ જ્યારે હિતલને ૧૪.૪૧ કરોડ રૂપિયા મળ્યા હતા. ૨૦૧૪-૧૫માં બન્નેનું પેકેજ ૧૨.૦૩-૧૨.૦૩ કરોડ રૂપિયા હતું. કંપનીના પ્રમુખ લોકોમાં સામેલ કાર્યકારી નિદેશ પી એમ પ્રસાદનું પેકેજ ૨૦૧૮-૧૯માં ૧૦.૦૧ કરોડ રૂપિયા થયું હતું. ૨૦૧૭-૧૮માં ૮.૯૯ કરોડ રૂપિયા હતું. રિફાઇનરી ચીફ પવન કુમારને ૪.૧૭ કરોડ રૂપિયા મળ્યા.
૨૦૧૭-૧૮માં તેમનું પેકેજ ૩.૪૭ કરોડ રૂપિયા હતું. મુકેશ અંબાણીના પત્ની અને ગેર કાર્યકારી નિદેશક નીતા અંબાણીની સિટીંગ ફીસ તરીકે ૭ લાખ રૂપિયા અને કમિશન તરીકે ૧.૬૫ કરોડ રૂપિયા મળ્યા છે. ૨૦૧૭-૧૮માં આ ચૂકવણી ૬ લાખ અને ૧.૫ કરોડ રૂપિયાની હતી. એસબીઆઇના પૂર્વ ચેરમેન અરુંધતિ ભટ્ટાચાર્યને કમિશન પેટે ૭૫ લાખ રૂપિયા મળ્યા છે.