કુપોષણને રોકવા માટે દેશ અને દુનિયામાં વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં આજે પણ દુનિયાની એક મોટી વસ્તી ભુખના કારણે બેહાલ છે. દેશમાં છ કરોડથી વધારે કુપોષિત ઘટી ગયાછે અને એક કરોડ લોકો સ્થુળ બની ગયા છે. આ તમામ આંકડા કેટલીક નક્કર બાબતો તરફ ઇશારો કરે છે. આંકડા પર નજર કરવામાં આવે તો દુનિયાભરમાં ૮૨ કરોડથી વધારે લોકો ભુખમરીના શિકાર થયેલા છે. વર્ષ ૨૦૧૭માં આવા લોકોની સંખ્યા ૮૧ કરોડ ૧૦ લાખની આસપાસની હતી જે હવે વધી ગઇ છે. આંકડા અને જુદા જુદા લોકોને આવરી લઇને કરવામાં આવેલા સર્વે દર્શાવે છે કરે પાંચથી નવ વર્ષના ઓવરવેટ બાળકો ખુબ સ્થુળ અને વધારે પડતા વજન ધરાવનાર છે. છેલ્લા ત્રણ વર્ષથી ભુખમરોનો શિકાર થયેલા લોકોની સંખ્યામાં ઉલ્લેખનીય રીતે વધારો થઇ રહ્યો છે.
દુનિયામાં વર્ષ ૨૦૧૯માં ખાદ્ય સુરક્ષાની સ્થિતી અને પોષણની સ્થિતીને લઇને જારી કરવામાં આવેલા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત માટે હેવાલ ચિંતાજનક અને ખુશી બંને તરીકે છે. ભારતમાં કુપોષના શિકાર થયેલા લોકોમાં છ કરોડનો ઘટાડો થયો છે. આ બાબત સરકાર માટે ચોક્કસપણે રાહત આપે છે. જો કે સ્થુળ લોકોની સંખ્યામાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. જે નિરાશાજનક સમાચાર પણ છે. ભારતમાં કુપોષણથી ગ્રસ્ત લોકોની સંખ્યા વર્ષ ૨૦૦૪-૦૬માં ૨૫ કરોડ ૩૯ લાખ હતી. જે વર્ષશ ૨૦૧૬-૧૮માં ઘટીને ૧૯ કરોડ ૪૪ લાખ જેટલી થઇ ગઇ છે. આ ગાળા દરમિયાન ૧૮ વર્ષ અથવા તો તેનાથી વધારે વયના લોકોની સંખ્યામાં પણ ફેરફાર જાવા મળે છે. આ ગાળા દરમિયાન ૧૮ વર્ષ અથવા તો તેનાથી મોટી વયના લોકોની લોકોમાં સ્થુળતાના શિકાર થયેલા લોકોની સંખ્યા બે કરોડ ૪૦ લાખથી વધીને ત્રણ કરોડ ૨૮ લાખ સુધી પહોંચી ગઇ છે. એશિયામાં સૌથી વધારે કુપોષિત લોકોની વાત કરવામાં આવે તો આ સંખ્યા એશિયન દેશોમાં વધારે જાવા મળે છે. એશિયન દેશોમાં આ સંખ્યા ૫૧ કરોડની આસપાસ રહેલી છે.
આવી જ રીતે આફ્રિકાના દેશોમાં આ સંખ્યા ૨૫ કરોડની આસપાસ રહેલી છે. દક્ષિણ અમેરિકી અને કેરેબિયન દેશોમાં આ સંખ્યા ચાર કરોડની આસપાસ રહેલી છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભુખમરાની સંખ્યમાં ઉલ્લેખનીય ઘટાડો થઇ રહ્યો છે. કલ્યાણકારી યોજનાઓના લાભ ગરીબો સુધી પહોંચવા લાગી ગયાછે. પીડીએસથી મુક્ત અથવા તો નામાંકનના મુલ્ય પર ખાદ્યાનની સીધી અસર થઇ ચુકી છે. મજદુરી વધી રહી છે. જેથી આવકમાં વધારો થયો છે. સાથે સાથે આ તમામ પ્રકારની સુવિધાના કારણે ભોજનની ગુણવત્તામાં સુધારો થયો છે. આવક વધી જવાના કારણે સ્થુળતામાં વધારો થયો છે. બીજી તરફ વિકાસની પ્રક્રિયામાં મધ્યમ વર્ગના લોકોની ભૂમિકા વધી રહી છે. અસંતુલિત જીવનધોરણ અને લાઇફસ્ટાઇલના કારણે સ્થુળતામાં વધારો થઇ રહ્યો છે. કલ્યાણકારી યોજનાનો લાભ લોકો સુધી સતત પહોંચી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ કેટલીક વખત આંકડા જારી કરવામાં આવી ચુક્યા છે જે દર્શાવે છે કે કુપોષણને રોકવાની દિશામાં લેવામાં આવી રહેલા પગલા અસરકારક સાબિત થઇ રહ્યા છે. ખાસ કરીને ભારત અને અન્ય કેટલાક દેશોમાં જે રીતે પગલા લેવામાં આવી રહ્યા છે તેની પ્રશંસા થઇ રહી છે. મિડિયા અને સોશિયલ મિડિયાના કારણે હવે સામાન્ય ગરીબ લોકો સુધી પહેલા કરતા વધારે ઝડપથી તમામ કલ્યાણ યોજનાના લાભ પહોંચી રહ્યા છે. ખાસ કરીને ખાદ્યાનને લઇને જારી કરવામાં આવેલી યોજનાના લાભ લોકો સુધી પહોંચી રહ્યા છે. ભારત દ્વારા કુપોષણને રોકવામાં ઉલ્લેખનીય રીતે પગલા લેવામાં આવી રહ્યા છે.