નવી દિલ્હી : એક વખત કિડની ફેલિયરથી ગ્રસ્ત થયા બાદ દર્દી પાસે વધારે વિકલ્પ રહેતા નથી. માત્ર સારવારના વિકલ્પ લાંબાગાળે ડાયાલિસીસ અથવા ટ્રાન્સપ્લાન્ટ રહે છે. આ બંને સારવાર ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ શકે છે. ભારતમાં માત્ર ૧૦૦૦ કિડની સ્પેશિયાલિસ્ટ અથવા નેફ્રોલોજીસ્ટ તબીબો છે. આનો મતલબ એ થયો કે અટકાયતી પગલા વહેલી તકે લેવાની જરૂર છે.
આના લીધે ઘણી કટોકટી ઊભી થઈ શકે છે. કિડની સ્પેશિયાલિસ્ટોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવે તે જરૂરી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે સીકેડીના સીધા સંબંધ મેટાબોલીક જુદી જુદી ખામીઓ અને હાડકાની બિમારીઓ સાથે સંબંધિત છે. હાર્ડ એટેકનો ખતરો પણ રહેલો છે. આ ઉપરાંત સ્ટ્રોકનો ખતરો પણ રહેલો છે. આ તમામના લીધે મોતની દહેશત પણ રહેલી છે. તબીબોનું કહેવું છે કે ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની માટેની વધતી જરૂરિયાતને પહોંચી વળવા ડોનેશનને પ્રોત્સાહન આપવામાં આવે તે જરૂરી છે.