ફિટ અને સ્વસ્થ શરીર કોને પસંદ ન પડે. શરીરના જુદા જુદા હિસ્સાને મજબુત અને સ્વસ્થ રાખવા માટે કેટલીક બાબતોનુ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. શરીરના જુદા જુદા હિસ્સાને ફિટ રાખવા માટે પોષક તત્વોનો ઉપયોગ કરવામાં આવે તે ખુબ જરૂરી છે. પૌષક તત્વોમાં પણ ખાસ કરીને મિનરલની શરીરને વધારે જરૂર રહે છે. જેમાં મેગ્નેશિયમથી લઇને જિન્ક, પોટેશિયમ , મેગ્નીઝ, સલ્ફર, કોબાલ્ટ, આયોડીન અને ફોસ્ફોરસનો મુખ્ય રીતે સમાવેશ થાય છે. સામાન્ય રીતે વિટામિન, કેલ્શિયમ, આયરન અને મિનરલની પુર્તિ માટે અમે વધારે ધ્યાન આપી શકતા નથી. હકીકતમાં આનુ કામ હાર્મોન્સના નિર્માણતી લઇને ઇન્સુલિન બનાવવા માંસપેશી અને હાડકાને મજબુત બનાવવા માટે તેમની ભૂમિકા હોય છે.
શરીરની પ્રમુખ કોશિકામાં મેગ્નેશિયમ જોવા મળે છે. સ્વસ્થ શરીરમાં આનુ પ્રમાણ ૫૦ ગ્રામ કરતા ઓછુ રહે છે. આ શરીરમાં કેટલીક કામગીરીની જરૂરીયાતને પૂર્ણ કરે છે. તે શરીરને કેટલાક રોગથી બચાવી લેવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. આ મિનલની કમી થવાની સ્થિતીમાં થાક, ડિપ્રેશન, મસલ્સ ક્રેમ્પ, માથામાં દુખાવો, ભુખ ઓછી લાગવી જેવી બાબતો જોવા મળે છે. શારરિક કમજારી, અલ્ટી થવી જેવા લક્ષણ પણ જોવા મળે છે. પુરતા પ્રમાણમાં ઉંઘ ન આવવા માટેની તકલીફ પણ જોવા મળે છે. હાઇ બ્લડપ્રેશરની તકલીફ પણ રહે છે. આ તમામ તકલીફની સમસ્યા મેગ્નેશિયનની કમી હોવાના કારણે જોવા મળે છે. આ મિનરલને પુરતા પ્રમાણમાં મેળવી લેવા માટે શાકભાજી, પૂર્ણ અનાજ, મગફળી, કાબુ, બદામ અને સોયાબીન ખુબ ઉપયોગી હોય છે.
દુધ, દહી, કેળા, ચોકલેટ, સુર્યમુખી જેવી ચીજો પણ કામ કરે છે. જાણકાર લોકો એમ પણ કહે છે કે સારી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી દેવામાં જિન્ક ખુબ ઉપયોગી હોય છે. તે અતિ ઉપયોગી મિનરલ તરીકે છે. તે વાળ, સ્કીન, નખ અને અન્ય શરીરના ઘટકને પૌષક તત્વો ઉપલબ્ધ કરાવવામાં ઉપયોગી સાબિત થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન તે ખુબ અસરકારક સાબિત થાય છે. પુરૂષોમાં આવતી નપુંસકતાને દુર કરવામા પણ તેની ચાવીરૂપ ભૂમિકા રહે છે. આ મિનલની કમીના કારણે મોસમની બિમારી વધારે લાગી જાય છે. તેની કમીને ઘઉં, દુધ, શાકભાજી, દાળ અને કઠોળથી દુર કરી શકાય ચે. સ્તનપાન કરાવનાર મહિલાઓને તેનુ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો જાઇએ નહીં.ફળફળાદી અને શાકભાજીના ઉપયોગથી શરીરમાં પોટેશિયમનો જથ્થો મળતો થાય છે. તે ઇલેક્ટોલાઇટર્સની જેમ શરીરમાં અમારા લોહીમાં જમા થાય છે. શરીરમાં તેની સંતુલિત માત્રા ૩.૫થી લઇને ૫ મિલી મોલ્સ પ્રતિ લીટર હોય છે. અમારા શરીરમાં કુલ ૨૫૦ ગ્રામ પોટેશિયમ જમા રહે છે. તે હાર્ટ, દિમાગ, માસપેશિયાની કાર્યપ્રણાલીમાં મદદરૂપ થાય છે. તેની કમીના કારણે હાઇપોકેલિમિયા, થવાનો ખતરો રહે છે. આ ઉપરાંત પણ કેટલીક તકલીફ શરીરને થઇ શકે છે. આની કમીન હોવાની સ્થિતીમાં બિનજરૂરી ટેન્શન, ચિંતા રહે છે. તેની કમી થયા બાદ હાઇ બ્લડપ્રેશપની તકલીફ વધી જાય છે.
હાડકામાં દુખાવો થાય છે. વય મંજ તેનુ પ્રમાણ જુદુ જુદુ રહે છે. જાણકાર નિષ્ણાંત લોકો કહે છે કે એક વર્ષથી લઇને ત્રણ વર્ષની વયના બાળકોમાં તેનુ પ્રમાણ દરરોજ ૩૦૦૦ મિલીગ્રામ રહે તે જરૂરી છે. ચારથી લઇને આઠ વર્ષની વયના બાળકોમાં તે ૩૮૦૦ મિલીગ્રામ અને નવથી ૧૩ વર્ષની વયના કિશોરમાં ૪૫૦૦ મિલીગ્રામ રોજ જરૂર હોય છે. ૧૪ વર્ષ અને તેનાથી ઉપરના લોકોને રોજ તેની માત્રા ૪૭૦૦ સુધી રાખવી જોઇએ. જ્યારે સ્તનપાન કરાવતી મહિલામાં તેનુ પ્રમાણ ૫૧૦૦ મિલિગ્રામ સુધી રહે તે જરૂરી છે. બટાકા, દહી, પાલક, નારિયળ જેવી ચીજોનો ઉપયોગ કરવાથી મિનરલ ભરપુર પ્રમાણમાં મળે છે. શરીરના વિકાસ માટે અન્ય ખનિજની પણ જરૂર હોય છે. જેમાં ફોસ્ફોરસ અને સલ્ફરનો પણ સમાવેશ થાય છે. ફોસ્ફોરસની પણ અત્યંત જરૂર રહે છે. આ મિનલનુ કામ હાડકા અને દાંતને મજબુત કરવાનુ હોય છે. આ ઉપરાંત કોશિકાના વિકાસમાં તેની ભૂમિકા હોય છે. કેલ્શિયમનુ અવશોષણ કરવામાં પણ તેની ભૂમિકા હોય છે. સલ્ફર પણ ઉપયોગી ઘટક તત્વ છે. કોશિકાના નિર્માણમાં તેની ભૂમિકા સૌથી મોટી હોય છે. સલ્ફરના મોટા ભાગનો હિસ્સો લોહી, પ્રવાહી ચીજો અને કોષમાં રહે છે. નખ અને વાળના વિકાસમાં તેની ભૂમિકા હોય છે. આની કમીના કારણે સ્કીનની ચમક નબળી પડવા લાગે છે. નખ અને વાળ કમજાર થાય છે. આડેધડ વાળ ઉતરવા માટેની બાબત પણ તેની સાથે જોડાયેલી છે.