પરમવીર ચક્ર વિજેતા સૂબેદાર જોગિન્દર સિંહની બાયોપિક 6 એપ્રિલથી દરેક સિનેમાઘરોમાં રિલીજ થશે. આ જાણકારી ફિલ્મના ડાયરેકટર સમરજિત સિંહે આપી. આ દરમ્યાન તેમણે કહ્યું કે ભારત-ચીન યુધ્ધ દરમ્યાન 1962માં ચીની હુમલાનો જોરદાર જવાબ આપવાવાળા બહાદુર સિપાહીની બાયોપીક સૂબેદાર જોગિન્દર સિંહે ફરીથી સાબીત કરી આપ્યું કે ખુબ જ સારા ઉપાય દ્વારા અને સિનેમાઘરો દ્વારા લોકોને તે સમયની પરિસ્થિતિ ની જાણકારી અપાવે છે. 21 મી સદીની શરૂઆતની સાથે ફિલ્મ મેકિંગમાં જબરદસ્ત પરિવર્તન આવ્યો છે. આજકાલ યુવાનોમાં કાલ્પનિક મુવી તરફ વલણ વધ્યું છે.
તેમણે કહ્યું કે આજકાલ યુવાનોમાં કાલ્પનિક ફિલ્મ પ્રત્યે વલણ વધ્યું છે. આપણા દેશમાં ચારેબાજુ સમૃદ્ધ સંસ્કૃતિ, વિરાસત, ઐતિહાસીક ઘટનાઓ અને કિસ્સાઓ છે. તે નજરિયાથી જોઈએ તો અમારી પાસે દર્શકોને બતાવવા અને તેમને આપવા માટે ઘણું બધું છે. ફિલ્મ નિર્માતાઓને સીનેમાની શક્તિનો ઉપયોગ એક સકારાત્મક સંદેશ આપવા, સારા વિચારો રજુ કરવા અને દર્શકો સુધી વાસ્તવીક અને પ્રેરણાદાયક વાર્તાઓ પહોંચાડવા માટે કરવો જોઈએ. તે ઘટનાઓ અને ગાથાઓ જેનાથી ઘણા બધા લોકો અજાણ છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રાશિદ રંગરેજ દ્વારા લિખિત, સિમરજિત સિંહ દ્વારા નિર્દેશિત અને સુમિત સિંહ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ સૂબેદાર જોગિન્દર સિંહમાં પહાડની દુર્ગમ ટોચ પર સુબેદાર જોગિંદર સિંહ ના રૂપમાં અભિનેતા ગિપ્પી ગ્રેવાલ પોતાની ટીમ સાથે દેખાઈ રહયા છે આ દેશની પહેલી એવી ફિલ્મ છે જે પરમવીર ચક્ર વિજેતા પર બની છે અને પંજાબી સિવાય અન્ય ત્રણ ભાષાઓ- હિન્દી તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. હમણાં હાલમાં જ આનું ટ્રેલર સાગા મ્યુઝીક તેમજ યુનિસીસ ઇન્ફોસોલ્યુશન્સની સાથે સેવન કલર્સ મોશન પિક્ચર્સે રજુ કર્યું છે. જેને દેશમાં જોરદાર રિસપૉન્સ મળ્યો છે. ફિલ્મનું બીજું પોસ્ટર પણ રજુ કર્યું છે.
આ વિષયમાં સુમીત સિંહે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં વ્યાવસાયિક ફિલ્મો બનાવાનું ચલણ છે. આની વચ્ચે પણ આનાથી પણ જબરદસ્ત એક ફિલ્મ બની ચૂકી છે. – સૂબેદાર જોગિન્દર સિંહ. આ એક વીર સૈનિક ના જીવન અને ઘટનાઓ પર આધારિત છે, જે પોતાની માતૃભૂમિની સેવા માટે જનૂન અને દર્ઢ સંકલ્પ માટે પ્રેરિત હતા. નિર્માતાઓએ આ જ ફિલ્મનું ટ્રેલર રજૂ કર્યું. જે આશ્વર્યજનક રૂપથી રુંવાટા ઉભા થઇ જાય તેવું છે. સૂબેદાર જોગિન્દર સિંહ શિખરે જીમેન્ટના અસાધારણ સૈનીકોમાંથી એક હતા, જેને ભારત-ચીન યુદ્ધ 1962 દરમ્યાન દેશની રક્ષા માટે અસાધારણ સાહસ અને તેમના સર્વોચ્ચ બલિદાન માટે સર્વોચ્ચ વીરતા પુરસ્કાર- પરમવીર ચક્રથી માન આપવામાં આવ્યું. ફિલ્મનું ટ્રેલર આકર્ષક છે, જેને કોઈપણ વ્યક્તિએ જોવું જોઈએ.
તેમણે કહ્યું કે આ ફિલ્મમાં સૈનિકોના જનૂન અને આક્રમકતા, પોતાના અંગત અને પોતાની માતૃભૂમિ માટે આપણાપણાની ભાવના બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 1960 ના યુગને ફરીથી રજુ કરવા માટે સક્ષમ છે. એમાં એ સમયના ગામનો માહોલ, પહેરવેશ અને વિશેષરૂપથી તે સમયને દર્શાવવા માટે બનાવવામાં આવેલી ટ્રેન એ વાતનું પ્રમાણ પૂરું પાડે છે. ફિલ્મને યથાર્થવાદી અને પ્રામાણિક અનુભવ કરાવવા માટે મોટા પ્રમાણમાં સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. ભારતના સાચા નાગરિકોના રૂપમાં આપણે સૌએ આપણા દેશનો સમૃદ્ધ અને ઇતિહાસ પર ગર્વ કરવો જોઈએ હકીકતમાં આજે જરૂર છે કે સિનેમાની વ્યાપક દુનીયા દ્વારા આવા શક્તિશાળી વિષયોને પ્રોત્સાહનમળવું જોઈએ જેનાથી આપણા ઇતિહાસના ન સાંભળેલા અને ન વાંચેલા અધ્યાયોને જીવંત કરવામાં આવે અને અજાણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી શકીએ, જેઓએ દેશ માટે ખૂબ જ મહેનત અને બલિદાન આપ્યા હતા. આ ફિલ્મ દરેક ભારતીઓએ એક વાર અવશ્ય જોવી જોઈએ. ઇતિહાસમાં આવા અનેક તથ્યો છે, જેને શોધવા જોઈએ. દર્શકો સુધી પહોંચાડવા જોઈએ. આવા વિષયોની જાણકારી સંપૂર્ણ અને હૃદયસ્પર્શી હોય છે.