નવીદિલ્હી : બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા જેવા હરિફ દેશો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ છતાં ભારત તેની ખાંડ નિકાસ સબસિડીને યથાવત રીતે જાળવી રાખવા માટે ઇચ્છુક છે. ડબલ્યુટીઓમાં કેટલાક દેશો દ્વારા ફરિયાદ કરવામાં આવી છતા ભારત કોઈ ફેરફાર કરશે નહીં અને તેની ખાંડ નિકાસ સબસિડીને જાળવી રાખશે.
નિકાસ સબસિડી વિશ્વના બીજા સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશથી શિપમેન્ટને વધારવા માટે રાખવામાં આવી છે. સાથે સાથે ભારત સ્થાનિક કારોબારીઓને વધારે તક આપવા માટે ઈચ્છુક છે. આજ કારણસર ખાંડ સબસિડીને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત દ્વારા તેની ખાંડ નિકાસ સબસિડીને યથાવત રાખવા તૈયાર દર્શાવતા બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો નારાજ થયા છે