જમ્મુ : સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા જારી રહી છે. આજે ૫૨૧૦ શ્રદ્ધાળુઓનો નવો કાફલો જમ્મુથી રવાના કરવામાં આવ્યો છે. છેલ્લા ૧૧ દિવસના ગાળામાં રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓનો ૧૪મો કાફલો રવાના કરાયો હતો. આ ૧૪મા કાફલામાં ૩૭૧૧ પુરુષો, ૧૩૮૬ મહિલાઓ, ૧૯ બાળકો અને ૯૪ સાધુ સંતોનો સમાવેશ થાય છે. આ તમામ શ્રદ્ધાળુઓ આજે ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયા હતા. આ શ્રદ્ધાળુઓ ૨૨૨ વાહનોમાં રવાના થયા હતા. પહલગામ રુટ માટે ૨૮૩૮ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. જ્યારે ૨૩૭૨ શ્રદ્ધાળુઓ બાલતાલ માટે રવાના થયા હતા.
આ તમામ શ્રદ્ધાળુઓ ૧૨૩ બસ અને ૯૯ નાના વાહનોમાં રવાના થયા હતા. સીઆરપીએફના જવાનો તેમની સાથે રહ્યા હતા. યાત્રા શરુ થયા બાદથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમરનાથ યાત્રા સઘન સુરક્ષા વચ્ચે જારી છે.આ વખતે ૧૮૨૭૧૨ લાખ લોકો હજુ સુધી દર્શન કરી ચુક્યા છે અને લાખો શ્રદ્ધાળુઓ હજુ દર્શન કરવા માટે ઉત્સુક છે.અમરનાથ યાત્રા હાલમાં આગળ વદી રહી છે. હજુ લાખો શ્રદ્ધાળુઓ ઉત્સુક છે. હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીના મોતના દિવસે એટલે કે ૮મી જુલાઇના દિવસે પણ અમરનાથ યાત્રાને સાવચેતીરુપે બંધ રાખવામાં આવી હતી. યાત્રા ગઇકાલે ફરી શરૂ થયા બાદ શ્રદ્ધાળુઓની ૧૩મી ટુકડી બે બેઝ કેમ્પ માટે રવાના થઇ હતી જેમાં પ્રથમ ટુકડી બાલતાલ બેઝકેમ્પ માટે અને બીજી ટુકડી પહેલગામ બેઝકેમ્પ માટે રવાના થઇ હતી.
શ્રદ્ધાળુઓની ૧૩મી ટુકડીમાં ૭૯૯૩ શ્રદ્ધાળુઓ હતા. વહેલી પરોઢે સઘન સુરક્ષા વ્યવસ્થામાં ભગવતીનગર બેઝકેમ્પથી રવાના થઇ હતી અને મોડી સાંજે પહોંચી હતી. અધિકારીઓના કહેવા મુજબ આ શ્રદ્ધાળુઓ પૈકી એક ટુકડી ૪૬ દિવસ સુધી ચાલનાર અમરનાથ યાત્રા માટે હજુ સુધી બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે જ્યારે ૧૮૨૭૧૨ લાખ જેટલા શ્રદ્ધાળુ દર્શન પણ કરી ચુક્યા છે. આ વર્ષે જ ભારતે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી કેમ્પો પર હવાઇ હુમલા કર્યા હતા. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ તંગ બનેલા છે. આવી સ્થિતીમાં અમરનાથ યાત્રાને સફળ રીતે પાર પાડવાની બાબત સરળ દેખાઇ રહી નથી. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. આ વખતે કેન્દ્રત સરકાર યાત્રાને લઇને વધારે સાવધાન રહેલી છે. તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. આંકડો આ વખતે ૩ લાખથી પણ ઉપર જશે.