લોકસભાની ચૂંટણી અને તે પહેલા એક કહેવત લોકોમાં ભારે ચર્ચા જગાવી રહી હતી અને તે મોદી હે તો મુમકિન હે હતી. આવી જ ચર્ચા બોલિવુડમાં પણ જોવા મળે છે. જ્યારે ફિલ્મની બોક્સ ઓફિસ પર સફળતાની વાત કરવામાં આવે તો એક જ નામ સૌથી પહેલા આવે છે અને તે નામ છે દબંગ સ્ટાર સલમાન ખાનનુ . સલમાન ખાન બોલિવડુમાં છેલ્લા કેટલાક વર્ષોથી અવિરત પણે સૌથી લોકપ્રિય સ્ટાર છે. તેની એક પછી એક ફિલ્મો બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે.
મોટા ભાગના નિર્માતા નિર્દેશકો પણ જાહેરમાં કબુલાત કરી ચુક્યા છે જે જો સલમાન ખાન ફિલ્મમાં છે તો ફિલ્મ સુપરહિટ થવાની ગેરંટી છે. આ જ કારણસર સલમાનને લઇને ફિલ્મ નિર્માતા નિર્દેશકો ફિલ્મ કરવા માટ ઉત્સુક રહે છે. એટલામાં ઓછુ હોય તેમ સલમાન ખાનના ટીવી શો બિગ બોસની પણ લોકપ્રિયતા ચરમ સીમા પર પહોંચી ગઇ છે. સલમાન ખાન છેલ્લા કેટલાક વર્ષોથી આ શો યોજે છે. તેના અનેક પ્રોજેક્ટ ટીવી માટે ચાલી રહ્યા છે. સલમાનની હાજરી માત્ર ફિલ્મની સફળતાની ગેરંટી છે. ફિલ્મમા નિર્માતા કોણ છે, નિર્દેશક કોણ છે અને અભિનેત્રી કોણ છે તેનુ કોઇ મહત્વ સલમાનની ફિલ્મ માટે રહેતુ નથી. માત્ર સલમાન છે તો ફિલ્મ સુપર હિટ છે. સલમાન ખાન છેલ્લે ભારત નામની ફિલ્મમાં નજરે પડ્યો હતો. ટિકાકારો, ક્રિટિક્સ અને તેમના વિરોધીઓ કહી રહ્યા છે કે આ ફિલ્મ સલમાન ખાનની ફ્લોપ સાબિત થઇ છે. પરંતુ તમામ લોકોને જાણીને આશ્ચર્ય થશે કે જે લોકો આ ફિલ્મને ફ્લોપ ગણાવી રહ્યા છે તે લોકોને ખબર નથી કે આ ફિલ્મની પણ કમાણી ૨૦૭ કરોડ સુધી પહોંચી ગઇ છે.
આ ફિલ્મની એક અન્ય વિશેષતા એ રહી છે કે આ ફિલ્મ સલમાનની તમામ છેલ્લી ફિલ્મો કરતા એક દિવસમાં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ તરીકે પુરવાર થઇ છે. ભારત ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ આ ફિલ્મની ભારે ચર્ચા હતા. ફિલ્મના તમામ ગીતો સુપરહિટ થઇ ગયા હતા. આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરીના કેફ અને દિશા પટનીની ભૂમિકા હતી. આ ફિલ્મની કમાણી પ્રથમ દિવસે જ ૪૩.૨ કરોડ સુધી પહોંચી ગઇ હતી. સલમાન ખાનના તમામ લાખો કરોડો ચાહકો સારી રીતે જાણે છે કે સલમાન ખાનની બોલિવુડમાં તમામ રેકોર્ડ તોડ ફિલ્મો રહેલી છે. જેમાં મેને પ્યાર કિયા, હમ આપકે હે કોનનો સમાવેશ થાય છે.જો કે આ તમામ ફિલ્મોની રેકોર્ડ સફળતા છતાં સલમાનની લોકપ્રિયતાનો ગ્રાફ એ વખતે વધવા લાગી ગયો હતો જ્યારે તેની ફિલ્મ વોન્ટેડ આવી હતી. પ્રભુ દેવાની વોન્ટેડ ફિલ્મ સાથે સલમાને બોક્સ ઓફિસ પર ધુમ મચાવવાની શરૂઆત કરી હતી.
આ ફિલ્મ વર્ષ ૨૦૦૯માં રજૂ કરવામાં આવી હતી. એક્શનનથી ભરપુર ફિલ્મ તમામ લોકોને પસંદ પડી હતી. ત્યારબાદથી સલમાન ખાને ક્યારેય પાછળ વળીને જાયુ નથી. સલમાન ખાનની જે ફિલ્મોને ફ્લોપ તરીકે ગણવામાં આવે છે તેની વાત કરવામાં આવે તો પણ તેની ટ્યુબલાઇટની કમાણી પ્રથમ દિવસે ૨૧ કરોડ, બોડીગાર્ડની કમાણી ૨૧.૬૦ કરોડ અને રેસ-૩ની કમાણી ૩૨.૯ કરોડ રહી છે. સલમાન ખાનની મોટા ભાગે ફિલ્મો ઇદના દિવસે રજૂ કરવામાં આવે છે. તે ઇદના દિવસે ફિલ્મ રજૂ કરવાનુ પસંદ કરે છે અને આ દિવસે તેના ચાહકો ભરપુર ઇદી આપે છે. સલમાન ખાનના હરિફ અન્ય સ્ટાર જેમ કે શાહરૂખ ખાન અને આમીર ખાન આજે સફળતા હાંસલ કરવા અને એક હિટ ફિલ્મ માટ મથામણ કરી રહ્યા છે ત્યારે સલમાન ખાનનુ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ છે. આજે પણ તમામ નિર્માતા નિર્દેશકો સલમાન ખાનને પોતાની ફિલ્મમાં લેવા માટે ઇચ્છુક હોય છે.
સલમાન ખાને પોતાની સલમાન કોમર્શિયલ રીતે સુપર સ્ટાર તરીકે રહ્યો છે. સલમાને તેના સ્પર્ધક શાહરૂખખાન અને આમીરખાનને ખુબ પાછળ છોડી દીધા છે. તે હાઇએસ્ટ કમાણી કરનાર સેલિબ્રિટીમાં પ્રથમ સ્થાને રહ્યો છે. ૨૭મી સપ્ટેમ્બર ૧૯૬૫ના દિવસે જન્મેલો સલમાન જાણીતા પટકથાકાર સલીમ ખાનનો પુત્ર છે. સલમાને પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત બીબી હો તો ઐસી મારફતે કરી હતી પરંતુ તેની મુખ્ય અભિનેતાવાળી પ્રથમ ફિલ્મ મેને પ્યાર કિયા રહી હતી જેમાં તેને ફિલ્મ ફેર એવોર્ડ બેસ્ટ ડેબ્યુનો જીતી ગયો હતો. ત્યારબાદ તેની તમામ ફિલ્મો સુપર હિત સાબિત થઈ છે જેમાં ૧૯૯૧માં રજૂ થયેલી સાજન, ૧૯૯૪ની હમ આપ કે હૈ કોન, ૧૯૯૫ની કરણ અર્જુન, ૧૯૯૯ની હમ સાથ સાથ હૈનો સમાવેશ થાય છે.