લોર્ડસ : વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં અનેક ટર્નિગ પોઇન્ટ આવતા રહ્યા હતા. જો કે ફાઇનલ મેચમાં એવા ત્રણ ટ‹નગ પોઇન્ટ આવ્યા હતા જેના કારણે ક્રિકેટ પ્રેમીઓના શ્વાસ રોકાઇ ગયા હતા. ક્રિકેટ ઇતિહાસમાં આવી મેચ ક્યારેય રમાઇ નથી. ફાઇનલમાં દુનિયાની બે ટીમો આમને સામને હતી. દિલધડક મેચમાં બંને ટીમો એક એક રન બનાવવા અને એક એક રન બચાવવા માટે પ્રયાસ કરી રહી હતી. પહેલા નિર્ધાિરત ઓવરમાં મેચ ટાઇ પડી હતી. ત્યારબાદ સુપર ઓવરમાં મેચ પહોંચી હતી.
સુપર ઓવરમાં પણ મેચ ટાઇ રહી હતી. છેલ્લે લક બાય ચાન્સ ઇંગ્લેન્ડ વિશ્વ ચેમ્પિયન બની ગયુ હતુ. મેચ પહેલા ટાઇમાં પડી હતી. ત્યારબાદ સુપર ઓવરમાં મેચ પ્રવેશી ગઇ હતી. ત્યારબાદ મેચ અંગે નિર્ણય બાઉન્ડ્રી મારફતે કરવામાં આવ્યો હતો. યજમાન ઇંગ્લેન્ડે વધારે ચોગ્ગા લગાવ્યા હતા. ઇંગ્લેન્ડ વર્ષ ૧૯૭૫થી વર્લ્ડ કપમાં જીત માટે સપનુ રાખી રહ્યુ હતુ. જો કે તેની ઇચ્છા પૂર્ણ થઇ રહી ન હતી. આખરે વર્લ્ડ કપ જીતવા માટેનુ તેનુ સપનુ પૂર્ણ થયુ હતુ. બીજી બાજુ સતત બીજી વખત ન્યુઝીલેન્ડ રનર્સ તરીકે રહ્યુ હતુ. મેચમાં ત્રણ ટ‹નગ પોઇન્ટ આવ્યા હતા.