અમદાવાદ : ભારતમાં હવે હોમ વેર, હોમ ડેકોર-ફર્નિચરનું માર્કેટ દિન પ્રતિદિન ઉંચુ જઇ રહ્યું છે અને તેમાં દસથી બાર ટકાના રેશ્યોમાં ગ્રોથ રેટ નોંધાઇ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને જો દેશમાં ભારતમાં ઓર્ગેનાઇઝ્ડ સેકટરમાં હોમ વેર, હોમ ડેકોર-ફર્નિચરનું માર્કેટ રૂ.૭ હજાર કરોડને પાર કરી ગયુ છે. તેમાં પણ આધુનિક ડિઝાઇનના ફર્નિચર, ઘરવપરાશની ચીજવસ્તુઓ અને મોડયુલ કિચન અને વોર્ડરોબની બોલબાલા અને ભારે ડિમાન્ડ છે એમ આજે શહેરના ચાંદખેડા વિસ્તારમાં હોમટાઉન દ્વારા તેના આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટોરના લોન્ચીંગ પ્રસંગે પ્રેકસીસ હોમ રિટેઇલ લિ.ના સીઇઓ સુમીત મીધા અને હોમહાઉનના રિજનલ બિઝનેસ હેડ વિનોદ સિંઘે જણાવ્યું હતું. આજના પ્રસંગે શહેરના પૂર્વ મેયર મીનાક્ષીબહેન પટેલ, હોમ ટાઉનના મેનેજર અમોલ ધાપોલ, રોટરી કલબના પ્રમુખ આશાબહેન દેસાઇ, કર્ણાવતી કલબના જોઇન્ટ સેક્રેટરી સિલ્વા પટેલ, વિદ્યાભારતીના પ્રમુખ શ્રીમતી સોનલ સોની સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રેકસીસ હોમ રિટેઇલ લિ.ના સીઇઓ સુમીત મીધા અને હોમહાઉનના રિજનલ બિઝનેસ હેડ વિનોદ સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના થલતેજ વિસ્તારમાં હોમટાઉનના સ્ટોર બાદ આજે ચાંદખેડા ખાતે આ બીજા સ્ટોર ૨૫,૦૦૦ સ્ક્વેર ફૂટમાં શરૂ કરાયો છે, જ્યાં આધુનિક ડિઝાઈનનું ફર્નિચર, ઘર વપરાશની વસ્તુઓ, મોડ્યુલર કિચન અને મોડ્યુલર વોર્ડરોબ જેવી વસ્તુઓ એક જ જગ્યાએ મળશે. સ્ટોરમાં ખાસ ઈન્ટિરિયર ડિઝાઈન અને પ્રોજેક્ટ એક્ઝિક્યુશન સર્વિસ ડિઝાઈન અને બિલ્ડ ઉપલબ્ધ રહેશે. જેનાથી દરેક વર્ગના ગ્રાહકો પોતાના ઘરની સજાવી શકે છે. હોમટાઉનના નવા સ્ટોરમાં લિવિંગ રૂમ, ડાઈનિંગ રૂમ, બેડરૂમ ફર્નિચરની વિશાળ અને અનોખી શ્રેણી ઉપલબ્ધ રહેશે. પરંપરાગતથી માંડી વર્તમાન ડિઝાઈનના ફર્નિચર આ સ્ટોરમાં ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત આ સ્ટોરમાં દૈનિક જીવનમાં ઉપયોગમાં આવતી ફર્નિચરની વિવિધ વસ્તુઓની વિશાળ શ્રેણી પણ મળી રહેશે. હોમટાઉનમાં ડેકોર, ફર્નિશિંગ્સ, ટેબલવેર, ગ્લાસવેર, કૂકવેર અને રસોડાને લગતી વસ્તુઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ટ્રેન્ટની ડિઝાઈન અને શ્રેણી મળશે. ડેકોર અને હોમ ફેશનની ૫૦૦૦થી વધુ ડિઝાઈન અહીં મળશે.
પ્રત્યેક ઘરમાં જરૂરી એવી તમામ વસ્તુઓ અહીં મળી રહેશે. હોમટાઉનની મોડ્યુલર સેવાઓ રસોડા અને વોર્ડરોબ માટે તૈયાર મોડ્યુલર પૂરા પાડશે જ્યાં ગ્રાહકો અમારા ઈન-હાઉસ ડિઝાનર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી ૧૦૦૦થી વધુ સ્ટાઈલ અને ડિઝાઈનમાંથી પોતાની પસંદગી કરી શકશે. હોમટાઉનની ઈન-હાઉસ મોડ્યુલર કિચન બ્રાન્ડ મિનિમમ પાંચ વર્ષની વોરંટી આપે છે અને સર્વિસ મફતમાં ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં હોમટાઉને ભારતભરમાં ૩૦,૦૦૦થી વધુ રસોડાની ડિઝાઈન સફળતાપૂર્વક કરી છે. હોમટાઉન બ્રાન્ડની ડિઝાઈન અને બિલ્ડની અનોખી સેવા કસ્ટમાઈઝ્ડ ઈન્ટિરિયર ડિઝાઈન પૂરી પાડે છે. ગ્રાહકો અમારા ઈન-હાઉસ ઈન્ટિરિયર ડિઝાઈનર્સ દ્વારા પોતાની પસંદગી પ્રમાણે ડિઝાઈન તૈયાર કરાવી શકે છે. હોમટાઉન બ્રાન્ડ વર્ષમાં બે વખત એક્સચેન્જ અને અપગ્રેડ ઓફર આપે છે જ્યાં ગ્રાહકો પોતાના જૂના ફર્નિચર, હોમવેર, ઈલેક્ટ્રોનિક્સને બદલી કે અપગ્રેડ કરી શકે છે.