ઓલિમ્પિકની વાત થાય અને ભારતીય હોકીની વાત ન થાય તે શક્ય નથી. દુનિયામાં કોઇ એવા દેશ નથી જે દેશે ઓલિમ્પિકમાં છ વખત સતત સુવર્ણ ચન્દ્ર જીતવામાં સફળતા મેળવી હોય. ભારતે હોકીમાં આ કરિશ્મો કરી બતાવવામાં સફળતા હાંસલ કરી છે. વર્ષ ૧૯૨૮થી લઇને વર્ષ ૧૯૬૦ના ઓલિમ્પિક સુધી ભારતે પ્રભુત્વ જમાવ્યુ હતુ. પરંતુ વર્ષ ૧૯૬૦ બાદથી ભારતના હિસ્સામાં માત્ર બે સુવર્ણ ચન્દ્રક જ આવ્યા છે. ભારતે હોકીમાં છેલ્લે ૩૯ વર્ષ પહેલા મોસ્કોમાં સુવર્ણ જીતવામાં સફળતા મેળવી હતી. ભારત પાસેથી આ વખતે પહેલા કરતા વધારે શાનદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
આના માટે આધાર એ છે કે સરકાર પાસેથી તમામ મદદ હોકીના સ્તર પર મળી રહી છે. ભારતના દેખાવની વાત કરવામાં આવે તો ભારતે ઇતિહાસમાં સૌથી વધારે ચન્દ્ર હોકીમાં જ મેળવ્યા છે. હોકીમાં ભારતે હજુ સુધી આઠ સુવર્ણ ચન્દ્રક જીત્યા છે. જે પૈકી છ સતત જીત્યા છે. ઓલિમ્પિકમાં ભારતના કુલ ચન્દ્રકની વાત કરવામાં આવે તો હજુ સુધી ૨૮ ચન્દ્રક જીત્યા છે. વર્ષ ૨૦૧૨માં લંડન ઓલિમ્પિકમાં ભારતે હજુ સુધીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.
એ વખતે ભારતે બે રજત, ચાર કાસ્ય જીતી લીધા હતા. છેલ્લી ઓલિમ્પિકમાં ભારતે બે ચન્દ્રક જીત્યા હતા. બેડમિન્ટનામાં પણ આશા રહેલી છે. બેડમિન્ટનમાં પુરૂષોના વર્ગમાં કિદામ્બી શ્રીકાંતથી આશા ઓછી છે. કારણ કે તે સતત સારો દેખાવ કરી શકતો નથી. મહિલા વર્ગમાં પીવી સિન્ધુ અને સાઇના નહેવાલ પણ જ ચન્દ્રકની આશા બેડમિન્ટનમાં રાખી શકાય છે.