સુરજ સાથે પરિણિતીને હવે વધુ એક ફિલ્મ મળી : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : સલમાનખાનના બેનર હેઠળ બનેલી ફિલ્મ હિરો મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકેલા સુરજ પંચોલીને હવે વધુ એક ફિલ્મ હાથ લાગી છે. તે હવે પરિણિતી ચોપડાની સાથે સર્કસ નામની ફિલ્મમાં કામ કરશે. ફિલ્મ સર્કસને કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ તેમના નિર્દેશન હેઠળ બનનાર પ્રથમ ફિલ્મ છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ ફિલ્મનુ શુટિંગ હવે ટુંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. મ્યુઝિકલ ડ્રામા ફિલ્મમાં સુનિલ શેટ્ટી પણ એક યાદગાર ભૂમિકા અદા કરી રહ્યો છે. તાજેતરમા જ એવા અહેવાલ આવ્યા હતા કે સુરજ પંચોલી સુનિલ શેટ્ટીની જ ફિલ્મ ધડકનમા પણ નજરે પડનાર  છે.

સુરજ પંચોલી પોતાને સુનિલ શેટ્ટીની ખુબ નજીક ગણે છે. હકીકતમાં સુરજ પંચોલીએ પોતાની પ્રથમ ફિલ્મની શરૂઆત સુનિલ શેટ્ટીની પુત્રી આથિયાની સાથે કરી હતી. આવી સ્થિતીમાં તેમની વચ્ચે સારા અને મજબુત સંબંધ સામાન્ય અને સ્વાભાવિક છે. સુરજને બોલિવુડમાં ટકી રહેવા માટે એક હિટ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે. કારણ કે સુરજની પ્રથમ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ કરી શકી ન હતી. સર્કસમાં પરિણિતી ચોપડા મુખ્ય સ્ટાર તરીકે છે. પરિણિતી ચોપડાને પણ બોલિવુડમાં ઘણો સમય થયો હોવા છતાં તેને કોઇ સારી અને મોટી હિટ ફિલ્મ મળી નથી. તે પણ સારી સફળ ફિલ્મનો ઇન્તજાર કરી રહી છે.

પરિણિતી અને સુરજની જોડી લોકોને પસંદ પડશે કે કેમ તે તો સમય બતાવશે પરંતુ હાલમાં બોલિવુડમાં નવી નવી જાડીને ચમકાવવાને લઇને નિર્માતા નિર્દેશકો પ્રયાસ કરે છે. કારણ કે ફિલ્મ ચાહકો હવે નવા નવા કલાકારોને જ જોવા માટે ઇચ્છુક હોય છે. સુરજ બોલિવુડમાં ફ્લોપ પુરવાર થયો છે. લાંબા સમય બાદ તેને એક ફિલ્મ હાથ લાગી છે. બીજી બાજુ પરિણિતી પણ નિષ્ફળ સ્ટારમાં સામેલ રહેલી છે. ધડકન ફિલ્મનો બીજા ભાગ હવે બનશે.

Share This Article