નવીદિલ્હી : દેશમાં ૬૦ કરોડથી વધુ લોકો એટલે કે આશરે ૪૬ ટકા લોકો કુપોષણથી ગ્રસ્ત છે. એટલે કે પ્રોટીન, વિટામિન, આર્યન અને અન્ય તત્વોની કમીના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થયેલા છે. થાક, નબળાઈ, કામ ઉપર ધ્યાન કેન્દ્રિત નહીં કરવાની બાબત આ તમામ બાબત કુપોષણ સાથે સંબંધિત હોય છે. બાળકોના માનસિક અને શારીરિક વિકાસમાં પણ કુપોષણ ભૂમિકા અદા કરે છે.
છેલ્લા દેશકમાં ૮ ટકાનો વધારો કુપોષણથી ગ્રસ્ત બિમારીઓના કારણે થયો છે. હાલમાં જ કરવામાં આવેલા આંકડામાં આ મુજબનો ખુલાસો કરવામાં આવ્યો છે. છેલ્લા દશકમાં કેન્સરના મરીજાની સંખ્યામાં ૪૬ ટકાનો વધારો થયો છે પરંતુ આમા ભારતીયોની સંખ્યા ૦.૧૫ ટકાની આસપાસ છે. ૨૦૧૭માં કુલ મોત પૈકી પાંચ ટકા મોત કેન્સરના લીધે થઇ હોવાની સપાટી ઉપર આવી હતી.કુપોષણ સૌથી ગંભીર બિમારી તરીકે ઉભરીને સામે આવતા આરોગ્ય તંત્રની આંખો પણ ખુલી છે.