અમદાવાદ : દુનિયાભરમાં સમાજને સ્પેશ્યલી એબલ્ડ ઇન્ડિવિડ્યુઅલ્સ (દિવ્યાંગજનો)થી મુક્ત કરવાનાં વિઝન સાથે દેશમાં ચેરિટેબલ હોસ્પિટલોનું સંચાલન કરતી ચેરિટેબલ સંસ્થા નારાયણ સેવા સંસ્થાને પોલિયો અને જન્મથી દિવ્યાંગ લોકો માટે કૃત્રિમ અંગદાન કરવા માટે એક વધુ આર્ટિિફશિયલ લિમ્બ્સ મેઝરમેન્ટ કેમ્પનું આયોજન બાપુનગર, અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ દિવ્યાંગ લોકોને લાભ આપવામાં આવ્યો હતો. નારાયણ સેવા સંસ્થાનનાં સીનિયર ડો. સુશીલ કુમારે મેઝરમેન્ટ કેમ્પનું સુપરવિઝન કર્યું હતું, જેમાં પોલિયોથી પીડિત તેમજ ડાયાબીટિસ, અકસ્માતો વગેરેમાં પોતાનાં પગો ગુમાવનાર વ્યક્તિઓનાં કૃત્રિમ અંગો માટે માપ લેવામાં આવ્યું હતું.
નારાયણ સેવા સંસ્થાનનાં પ્રેસિડન્ટ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે, મનુષ્યનું શરીર અતિ જટિલ છે, છતાં કામગીરી બહુ સરળ કરે છે, પણ આ સરળ કામગીરી માટે તમામ અંગો અને શરીરનાં ભાગોની જરૂર છે. આ કારણે નારાયણ સેવા સંસ્થાન સમગ્ર ભારતમાં આર્ટિફશિયલ લેમ્બ મેઝરમેન્ટ કેમ્પ યોજે છે, જેથી તેઓ તેમની રીતે હલનચલન કરવા સક્ષમ બને. નારાયણ સેવા સંસ્થાન વ્યક્તિઓને જરૂર હોઈ શકે એવી તમામ સુવિધાઓથી સજ્જ સ્માર્ટ વિલેજ ફોર ડિફરન્ટલી-એબલ્ડ ધરાવે છે.
સંસ્થાન ભારતમાં એની ૪૮૦ શાખાઓ અને વિદેશમાં ૮૬ શાખાઓ ધરાવે છે, જેમાં અક્ષમતા દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. રોજિંદા કામગીરી સ્વરૂપે નારાયણ સેવા સંસ્થાન દર્દીઓ અને તેમનાં પરિવારજનોને ઉદેપુર રેલવે સ્ટેશનથી પિક અપ માટે નિઃશુલ્ક વાહન આપે છે, ત્યારે નારાયણ સેવા સંસ્થાનાં ગેસ્ટ હાઉસમાં નિઃશુલ્ક રોકાણ અને ભોજન પણ પ્રદાન કરે છે. આમ, નારાયણ સેવા સંસ્થા દ્વારા સમાજમાં નિઃશુલ્ક રીતે કૃત્રિમ પગના દાન માટેની અનોખી સેવા વર્ષોથી ચલાવવામાં આવી રહી છે.