ભારત સરકારના આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા દેશના ૧૧૧ શહેરોમાં રહેવાની સ્થિતી અંગે સર્વેની કામગીરી હાથ ધરીને હાલમાં પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. કમનસીબ અને ચિંતાજનક બાબત એ છે કે રાષ્ટ્રીય પાટનગર દિલ્હી યાદીમાં ૬૫માં સ્થાન પર છે. જ્યારે રાજસ્થાનના પાટનગર જયપુરને યાદીમાં ૨૫માં સ્થાન મળી શક્યુ નથી.ભારતમાં રહેવા માટેની યાદીમાં પુણે પ્રથમ સ્થાન ઉપર છે જ્યારે પાટનગર દિલ્હી ટોપ ૫૦માંથી પણ બહાર છે.
આજે દેશમાં રહેવાના મામલામાં સારા શહેરોની યાદી જારી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી યાદીમાં ૬૫માં સ્થાન ઉપર છે. કેન્દ્રીય શહેરી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં નવી મુંબઈ અને ગ્રેટર મુંબઈ બીજા અને ત્રીજા સ્થાન ઉપર છે. રહેવા લાયક ટોપટેન શહેરોમાં મહારાષ્ટ્રના ત્રણ શહેરો સામેલ છે. ઉત્તરપ્રદેશ અને તમિળનાડુના કોઇપણ શહેર આ યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી. ૧૧૧ મોટા શહેરોના સંદર્ભમાં યાદી જારી કરવામાં આવી છે. દિલ્હી ખુબ જ પાછળ છે. આ વર્ષે દિલ્હીમાં વાયુપ્રદૂષણને લઇને ભારે હોબાળો રહ્યો હતો. ટોપટેન શહેરોમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢના પાટનગરોને સ્થાન મળ્યું છે.
રામપુર આ યાદીમાં અંતિમ સ્થાન પર છે. ટોપ ૧૦ શહેરોની યાદીમાં ચોથા નંબરે તિરુપતિ, પાંચમાં નંબરે ચંદીગઢ, છઠ્ઠા નંબરે થાણે અને સાતમાં નંબરે રાયપુર છે. આઠમાં નંબરે ઇન્દોર, નવમાં નંબરે વિજયવાડા અને ૧૦માં નંબરે ભોપાલ છે. દેશના ૧૧૧ શહેરોને આવરી લઇને આ સર્વે કરવામાં આવ્યા બાદ વિગત જારી કરવામાં આવી છે. શાસન, સામાજિક સંસ્થાઓ, આર્થિક અને ભૌગોલિક રચનાના આધાર પર આ યાદી તૈયાર કરાઈ છે. ચેન્નાઈ ૧૪માં અને દિલ્હી ૬૫માં સ્થાને છે. હાવડા, ન્યુટાઉન કોલકાતા, દુર્ગાપુર દ્વારા આ સર્વેમાં હિસ્સો લેવાનો ઇન્કાર કર્યો હતો. ૧૦૦ પોઇન્ટના આધાર પર ૧૫ કેટેગરી અને ૭૮ માપદંડ અપનાવવામાં આવ્યા હતા. સૌથી વધારે નંબર ફિઝિકલ પેરામીટરના હતા. આ સર્વેના આધાર પર કોઇને ખુશ અને દુખ થવાની જરૂર છે કે કેમ તે અંગે કેટલાક પ્રશ્ન છે. પરંતુ એક બાબત તો નક્કી છે કે અમારી સરકારો અને શહેરોના તંત્ર દ્વારા ચોક્કસપણે આત્મચિંતન કરવાની જરૂર છે. આ પ્રકારની સ્થિતી કેમ સર્જાઇ છે તે અંગે વડાપ્રધાન, મુખ્યપ્રધાન, શહેરી વિકાસ મંત્રી અને મેયરોને વિચારવાની જરૂર છે.
દિલ્હી દેશના પાટનગર તરીકે છે. ત્યાં કોણ નથી રહેતા. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, કબિનેટ સચિવ અને દિલ્હીની સરકારોને આ દિશામાં ચોક્કસપણે પહેલ કરવાની જરૂર છે. તમામ સંબંધિતોનો રાજકીય પાર્ટીથી ઉપર ઉઠીને ધ્યાન આપવાની જરૂર છે. દોષિત જો છેલ્લા ૪-૫ વર્ષની સરકારો છે તો એવી સરકારો કઇ રીતે દોષમુક્ત હોઇ શકે છે જે ૬૭ વર્ષ સુધી રહી છે. સ્માર્ટ સિટની અવધારણા તમામ માટે એકસમાન છે. ડિજિટલ હોવાની બાબત સારી છે. પરંતુ તે પહેલા શહેરને વીજળી, પાણી અને તબીબી સુવિધાની જરૂર છે. આજના સમયમાં તો વ્યક્તિને બહાર નિકળવાનુ મુશ્કેલ બની રહ્યુ છે.