બજેટ ૨૦૧૯-૨૦થી અપેક્ષા હતી કે આમાં તમામ વર્ગના કરદાતાઓને અને ખાસ કરીને પાંચ લાખ રૂપિયાથી વધારેની આવક ધરાવતા લોકોને કેટલીક રાહત ચોક્કસપણે મળશે, પરંતુ આવકવેરા માળખામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. બે કરોડથી પાંચ કરોડ સુધીની આવક ધરાવતા લોકો પર કર જવાબદારીત્રણ ટકા વધારી દેવામાં આવી છે. જ્યારે પાંચ કરોડથી ઉપરની આવક ધરાવતા લોકો પરપ કરની જવાબદારી સાત ટકા સુધી વધારી દેવામાં આવી છે. વધારે ઉંચી આવક ધરાવતા લોકોને કરની ચુકવણી વધારે કરવી પડશે. પાંચ લાખ સુધીની આવક ધરાવતા લોકોને કરવેરામાં છુટછાટ આપવામાં આવી ચુકી છે. પરંતુ પાંચ લાખથી ઉપરના વર્ગ માટે બજેટમાં કોઇ રાહત જાહેર કરવામાં આવી નથી.
ડીઝલ અને પેટ્રોલ પર એક રૂપિયાના વધારાના કર લાગુ કરીને સરકારે પોતાના માટે તો કરની વ્યવસ્થા કરી લીધી છે પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઇલની કિંમત ઓછી હોવા છતાં તેનો લાભ સામાન્ય લોકોને આપવા માટેની કોઇ જાહેરાત કરવામાં આવી નથી. કુલ મિલાવીને એકંદરે આ બજેટ સામાન્ય લોકો માટે યથાસ્થિતી માટેનુ બજેટ છે. કરવેરાના માળખામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. કોર્પોરેટ સેક્ટરને આશા હતી કે મંદીના સંકેત સાંભળીને અને જાઇને કેટલીક રાહતો સરકાર આપશે પરંતુ આ રાહતો બજેટમાં આપવામાં આવી નથી. શેરબજારમાં બજેટ બાદ નિરાશાનુ મોજુ ફરી વળ્યુહતુ. શેરબજારે મંદી સાથે બંધ રહીને પોતાની નકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. એમ તો બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે ૪૦૦ કરોડ રૂપિયા સુધી વાર્ષિક કારોબાર કરનાર કંપનીઓ પર ૨૫ ટકાના દર કોર્પોરેટ ટેક્સ લાગુ કરશે. પહેલા આ મર્યાદા ૨૫૦ કરોડ રૂપિયા સુધીની હતી. એટલે કે હવે પહેલાની તુલનામાં વધારે કંપનીઓને ૨૫ ટકાના દરે કોર્પોરેટ ટેક્સ આપવાની જરૂર પડશે.
કોર્પોરેટ ટેક્સની જાળમાં વધારે કંપનીઓને આવરી લેવાના પ્રયાસ બજેટમાં કરવામાં આવ્યા છે. બજેટમાં કરવેરાના પ્રસ્તાવ મારફતે રોકડબંધી કરવાના પ્રયાસ કર્યા છે. આવો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે જા કોઇ બેંક ખાતામાંથી એક વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધારેની રકમ ઉપડે છે તો બે ટકાની સ્તોત પર કરવેરા કટૌતી કરવામાં આવશે. એંકદરે આ પ્રકારના પ્રસ્તાવ નાના કારોબારીને પ્રભાવિત કરી રહ્યા નથી. જેથી આ પ્રકારના પગલાના નકારાત્મક રાજકીય પરિણામની ચિંતા કરવાની જરૂર પણ દેખાઇ રહી નથી. એમ પણ તમામ વસ્તુઓ જેમ કે સાબુ, શેમ્પુ, કાર, બાઇક જેવી વસ્તુઓની કિંમતોને પ્રભાવિત કરવાની ક્ષમતા બજેટમાં રહી નથી. આ તમામ બાબતો હવે જીએસટી કાઉન્સિલની પાસે છે. તે કરવેરામાં ઘટાડો અને વધારો જ્યારે ઇચ્છે છે ત્યારે કરી શકે છે. તેના માટે બજેટની રાહ જાવાની કોઇ જરૂર નથી. બજેટના કેટલાક આંકડા ચિંતા ઉપજાવે તેવા છે. જેમ કે વર્ષ ૨૦૧૯-૨૦ના ગાળા દરમિયાન ૭૬૬૦૦૦ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ મારફતે એકત્રિત કરવામા ંઆવનાર છે. વર્ષ ૨૧૮-૧૯માં આના કારણે ૬૭૧૦૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા હતા. એટલે કે વર્ષ ૨૦૧૯-૨૦માં આ રીતે આશરે ૧૪ ટકા વધારે રકમ એકત્રિત કરવામાં આવનાર છે. ૧૪ ટકા વધારે કરવેરા વસુલાતનો અર્થ એ છે કે પહેલાની તુલનામાં કંપનીઓ વધારેની કમાણી કરનાર છે. જેવી સ્થિતી હાલમાં કારોબારની જાવા મળે છે જેમાં સમગ્ર અર્થ વ્યવસ્થાના સાત ટકા વિકાસની વાત કરવામાં આવી રહી છે. એવી સ્થિતીમાં કોર્પોરેટ ટેક્સ મારફતે ૧૪ ટકા વધારે વસુલી ચોક્કસપણ મોટી વાત સમાન છે. જીએસટીના આંકડા સતત એવા જ સંકેત આપી રહ્યા છે કે આ કરવેરાની વસુલીમાં કોઇ ખુબ મોટા મજબુતીના સંકેત નથી.
જીએસટી ટાર્ગેટ પાર પાડી દેવામાં સફળ રહેશે તે બાબત પણ વિશ્વાસ સાથે કહી શકાય તેમ નથી. આવી સ્થિતીમાં બજેટ ૨૦૧૯-૨૦માં જીએસટી મારફતે કેન્દ્રની હિસ્સેદારી ૫૨૬૦૦૦ કરોડ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૮-૧૯માં આ રીતે વસુલી ૫૦૩૯૦૦ કરોડ રૂપિયાની રહી હતી. એટલે કે ગયા વર્ષની તુલનામાં આશરે ચાર ટકા વધારે વસુલીની આશા જીએસટીથી રાખવામાં આવી છે. આને પણ વધારે પડતી આશા તરીકે જોઇ શકાય છે. આવકવેરા મારફતે વર્ષ ૨૦૧૮-૧૯માં ૫૧૮૦૦૦ કરોડ રૂપિયાની આવક થઇ હતી. જ્યારે વર્ષ ૨૦૧૯-૨૦માં ૫૫૬૨૦૦ કરોડ રૂપિયાની આવકવેરા વસુલીની આશા રાખવામાં આવી રહી છે. એટલે કે આશરે સાત ટકા વધારે કરવેરા વસુલીની આશા રાખવામાં આવી રહી છે. અર્થવ્યવસ્થામાં મંદી છે ત્યારે આ આંકડા થોડાક નરમ રહ્યા હોત તો આંકડા વાસ્તવિકતાની વધારે નજીક રહ્યા હોત. સરકાર વર્તમાન સ્થિતીમાં કેટલીક રાહત સામાન્ય લોકોને આપી શકી હોત તેમ મોટા ભાગના નિષ્ણાંતો માને છે. બજેટમાં સામાન્ય રીતે લોકો માટે ઓછી રાહત છે.