નિવૃતિ સંદર્ભે કઈ પણ કહી શકાય નહીં : ધોની

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : ભારતના ધરખમ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ વિશ્વ કપ બાદ નિવૃતિ લેવાને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. લોકો ધોનીની નિવૃતિને લઈને વાત કરી રહ્યા છે ત્યારે ધોનીએ પ્રતિક્રિયામાં કહ્યું છે કે, પોતાની નિવૃતિ સંદર્ભમાં તેની પાસે પણ માહિતી નથી. તે ક્યારે નિવૃત થશે તે અંગે તે પોતે પણ કહી શકે નહીં. આ ચેનલે એમ પણ કહ્યું છે કે, ધોનીએ નિવૃતિના પ્રશ્ન પર મીડિયા સામે પણ ટકોર કરી હતી.

ધોનીનુ કહેવુ છે કે, તેને પોતાને નિવૃતિ અંગે માહિતી નથી કેટલાક લોકો શ્રીલંકાની સામે મેચની પહેલા જ તેને નિવૃત કરવા ઈચ્છુક હતા. રિપોર્ટ મુજબ ધોનીના આ નિવેદનને ટીમ મેનેજમેન્ટ સાથે કોઈ લેવા દેવા નથી. કેટલાક લોકો એમ પણ કહી ચુક્યા છે કે, ધોની વર્લ્ડકપમાં પોતાની છેલ્લી મેચ રમી રહ્યો છે.

Share This Article