વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે સતત બીજી વખત સત્તા સંભાળી લીધા બાદ પડોશી દેશો સાથેના સંબંધોને નવી ઉંચાઇ પર લઇ જવા માટે તેઓ ઇચ્છુક છે. મોદી આનો સંકેત પણ આપી ચુક્યા છે. જા કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કેટલીક જટિલ સ્થિતી રહેલી છે.ભારત અને બાંગ્લાદેશની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ મામલાને લઇને તંગ સ્થિતી રહી છે. આસામમાં નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિજન્સ અને બાંગ્લાદેશમાં રોહિગ્યા શરણાર્થીના જે મામલા રહેલા છે તે ભારતને સીધી રીતે અસર કરે છે. બંને દેશોમાં આ મુદ્દા પર જારદાર ખેંચતાણ જારી રહેવાની શક્યતા છે. આ ઉપરાંત નીસ્તા નદી જળ વિભાજનના મુદ્દા પર પણ બંને દેશો સામ સામે રહ્યા છે. આ તમામ મામલા એવા રહ્યા છે જે વારંવાર તકલીફ ઉભી કરતા રહ્યા છે. આવી સ્થિતીમાં જ્યારે પડોશી દેશ પણ અંતર રાખવાની શરૂઆત કરે ત્યારે સ્થિતી જટિલ બની જાય છે.
હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિજળી અને રેલવેની ત્રણ સમજુતી પર હસ્તાક્ષ કરવામાં આવ્યા હતા. આ પગલાને બાંગ્લાદેશ માટે ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાક સમય પહેલા વિડિયો કોન્ફરેન્સિંગ મારફતે પશ્ચિમ બગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને અને ત્રિપરાના મુખ્યપ્રધાન વિપ્લવ દેવ ની સાથે ત્રણ મહત્વપૂર્ણ સમજતી પર હસ્તાક્ષર કર્યા હતા. પહેલી યોજનામાં બાંગલાદેશને ૫૦૦ મેગાવોટની વિજળી આપવાની બાબત સામેલ છે. બંગાળના બહરામપુર ખાતેથી બાંગ્લાદેશને વીજળી પુરવઠો આપવામાં આવનાર છે. સાથ સાથે બાગ્લાદેશમાં બે રેલ યોજનાના નિર્માણને પણ મજુરી આપી દેવામાં આવી છે. ભારત બાંગ્લાદેશને પહેલાથી જ ૭.૫ અબજ ડોલરની સરળ લોન આપેલી છે. આ લોન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધને વધારે મજબુત કરવામાં ઉપયોગી ભૂમિકા અદા કરે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સામાન્ય રીતે પાકિસ્તાન જેવી ખેંચતાણ જાવા મળે છે. પૂર્વોતર રાજ્યોના વિકાસ માટે સરકાર ખાસ કામ કરી રહી છે. એક્ટ ઇસ્ટ પોલીસી પણ અમલી કરવામાં આવી છે. ભારતની એક્ટ ઇસ્ટ નિતીના કારણે ચીનની ઉંઘ પણ હરામ થઇ ગઇ છે. આગામી દિવસોમાં ભારત તેના પડોશી દેશો સાથે વધારે મજબુત સંબધ સ્થાપિત કરવા માટે ઉત્સુક છે. બાંગ્લાદેશમાં પહેલા રક્તપાતનો દોર રહ્યો છે. જેથી ત્યાં પણ વિકાસની કામગીરી ધારણા પ્રમાણે આગળ વધી શકી નથી.
ભારત અને બાંગલાદેશ જુદા ક્ષેત્રોમાં અનેક કામ કરી રહ્યા છે. ભારતે બાંગલાદેશને શિક્ષણ, તબીબી, અનેટેકનોલોજીના ક્ષેત્રમા પણ અનેક સહાયતા કરી છે. આ તમામના વિકાસ માટે ભારતે બાંગલાદેશને આશરે ૫૦૦ મિલિયન ડોલરની સહાય આપી છે. આતંકવાદ અને અલગતાવાદીઓની સામે લડવા માટે પણ ભારત દ્વારા બાંગ્લાદેશની પુરતી મદદ કરવામાં આી ચુકી છે. આ બાબતને નકારી શકાય નહીં કે ભારત વગર બાગ્લાદેશને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતના પૂર્વોતર પર બાંગ્લા્દેશના વિકાસની સીધી અસર થાય છે. તમામ જાણકાર પંડિતો કહે છે કે પહેલા બાંગ્લાદેશની સાથે કરવામાં આવેલા જમીન સરહદી સમજતી પર પોતાની રીતે ખુબ ઉપયોગી છે. અલબત્ત બાગ્લાદેશની વપક્ષી પાર્ટી ત્યા ભારત વિરોધી માહોલ સર્જવાના હમેંસા પ્રયાસ કરે છે. પડોશી દેશોને ભારત પ્રત્યે સારા સંબંધ રાખવાની પણ જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમેંશા કહેતા રહ્યા છે કે ભારત પડોશી દેશો સાથે પોતાના સંબંધને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. પાકિસ્તાન સાથે સંબંધને સુધારી દેવાના પ્રયાસ પણ ભારત દ્વારા કરવામાં આવ્યા છે. જો કે પાકિસ્તાનમાં કટ્ટરપંથી સંગઠનો અને ત્રાસવાદીઓ વચ્ચે વચ્ચે કોઇ કૃત્ય કરીને સંબંધ ખરાબ કરવાં ભૂમિકા અદા કરે છે. પડોશી દેશોની સાથે સારા અને રચનાત્મક સંબંધ જાળવી રાખવા માટેની બાબત પણ મોદી માટે પડકારરૂપ છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે હમેંશા સારા સંબંધ ભારતે સ્થાપિત કરવાના પ્રયાસ કર્યા છે. આની સાબિતી વારવાર આપવામાં આવી છે. જા કે પડોશી દેશોમાં કટ્ટરપંથી અને રૂઢીવાદી લોકો બંને દેશોમાં મોટી સંખ્યામાં રહેલા છે.