નવીદિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વેળા આજે મોટી જાહેરાત કરી હતી જેમાં સરકારે સીસીટીવી કેમેરા, આઈપી કેમેરા, ડિજિટલ વિડિયો રેકોર્ડર, નેટવર્ક વિડિયો રેકોર્ડર પર કસ્ટમ ડ્યુટીને ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દેવાની જાહેરાત કરી છે. સ્થાનિક ઉદ્યોગોને લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારે ઓપ્ટિકલ ફાઇબર, ઓપ્ટિકલ ફાઇબર બંડલ અને કેબલ ઉપર કસ્ટમ ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કેન્દ્રીય બજેટ ૨૦૧૯-૨૦ રજૂ કરતી વેળા આજે આ મુજબની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સ્વિચ, પ્લગ, કનેક્ટર્સ જેવી ચીજવસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી મુક્તિ પાછી ખેંચવામાં આવી રહી છે.
તમામ ઉપર આકર્ષક લાગૂ થાય તેવા રેટ રહેશે. ઇનડોર અને આઉટડોર સ્પ્લીટ એસી પર કસ્ટમ ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરવામાં આવી છે. પીવીસી, ફ્લોરિંગ ટાઇલ્સ, મેટલ ફિટિંગ, ઓટો પાટ્ર્સ, સિન્થેટિક રબર્સ, મારબલ, ઓપ્ટિકલ ફાઈબર, આઈટી કેમેરા જેવી ચીજવસ્તુઓ ઉપર બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ચાર્જર અને સીસીટીવી કેમેરા, આઈટી કેમેરાના પાવર એડપ્ટર પર કસ્ટમ ડ્યુટી ૧૫ ટકા કરાઈ છે.