દેશના પાસપોર્ટ ધરાવતા NRI ટૂંકમાં જ આધાર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વેળા આજે મોટી જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, ભારતીય પાસપોર્ટ ધરાવતા બિનનિવાસી ભારતીયોને હવે દેશમાં આવવાનીસ્થિતિમાં આધારકાર્ડ જારી કરી દેવામાં આવશે. ભારતીય પાસપોર્ટ ધારક એનઆરઆઈને રાહત આપવામાં આવી છે. તેમના માટે સરળરીતે આધારકાર્ડ બનાવી દેવામાં આવશે. તેમણે બજેટ ભાષણમાં કહ્યું હતું કે, ભારતીય પાસપોર્ટ ધારક એનઆરઆઈને ૧૮૦ દિવસની જરૂરી મર્યાદાનો ઇન્તજાર કર્યા વગર આધારકાર્ડ આપી દેવામાં આવશે. નાણામંત્રીની આ જાહેરાતથી એનઆરઆઈ લોકોને ખુબ મોટો ફાયદો થશે.

તેઓ સરળતાથી પોતાના કેવાયસી કામ કરી શકશે. દેશની અંદર નાણાંકીય લેવડદેવડ કરી શકશે. એટલું જ નહીં ટૂંક સમયમાં જ આધાર કાર્ડ મળવાથી એનઆરઆઈને આઈટીઆર દાખલ કરવામાં પણ સુવિધા મળશે. વર્તમાન આધાર નિયમ મુજબ દેશના દરેક નાગરિકને આધાર નંબર હાંસલ કરવાનો અધિકાર છે. જો કે, ભારતીય પાસપોર્ટ ધારક એનઆરઆઈને ૧૮૦ દિવસ રાહ જાવાની જરૂર હોય છે. આધાર નંબર મેળવવા માટે આટલા લાંબાગાળાની રાહ જાવાની પ્રક્રિયાથી બિનનિવાસી ભારતીયોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

 

Share This Article