નવીદિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વેળા મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાને વધુ સરળ કરવામાં આવી છે. તેમણે જાહેરાત કરી હતી કે, આઈટીઆર ફાઇલ કરવા માટે હવે પેનકાર્ડ ફરજિયાત જરૂરિયાત રહેશે નહીં. પેનકાર્ડ અને આધારકાર્ડને ઇન્ટર ચેન્જેબલ બનાવી દેવામાં આવ્યું છે. આઈટીઆર હવે આધારકાર્ડના આધારે પણ દાખલ કરી શકાશે.
કરદાતાઓની સુવિધા વધે તેના ઉપર સરકાર ધ્યાન આપી રહી છે. પેનકાર્ડને આધાર કાર્ડની સાથે ઇન્ટરચેન્જેબલ કરવામાં આવી રહ્યું છે. જા કોઇની પાસે પેનકાર્ડ નથી અને જા આધાર કાર્ડ છે તો તેની મદદથી આઈટીઆર દાખલ થઇ શકશે. હજુ સુધી આઈટીઆર ફાઇલ કરવા માટે પેનકાર્ડની જરૂર હતી. બજેટમાં મધ્યવર્ગને પણ રાહત આપવામાં આવી છે.