નવીદિલ્હી ; નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આજે અનેક પ્રકારની આશા અને અપેક્ષા વચ્ચે મોદી સરકાર-૨નુ પ્રથમ બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં ન આવતા કેટલીક નિરાશા જાવા મળી હતી. જા કે દુરગામી ઉદ્ધેશ્યને હાંસલ કરવા માટે આ બજેટમાં જાહેરાતો કરવામા આવી છે. ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. એટલે કે વાર્ષિક પાંચ લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોને કોઇ ટેક્સ આપવાની જરૂર રહેશે નહીં.
આવી જ રીતે પાંચ કરોડની વાર્ષિક આવક ધરાવતા લોકો પર સાત ટકાનો વધારાનો સરચાર્જ લાગુ કરવામા ંઆવ્યો છે. આવી જ રીતે બેથી પાંચ કરોડની આવક ધરાવતા લોકોને ત્રણ ટકા સરચાર્જ લાગુ થનાર છે. નાણાં પ્રધાને બજેટ રજૂ કરતી વેળા મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેટલીક પ્રોડક્ટસ પર કસ્ટમ ડયુટીમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સોના અને કિંમતી ચીજા પર કસ્ટમ ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલ પર એક એક રૂપિયાનો વધારાનો સેસ લાગુ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન મળે તે માટે પણ કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. મુળભુત માળખાના વિકાસ માટે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષમાં ૧૦૦ લાખ કરોડનુ રોકાણ કરનાર છે. કોર્પોરેટ ટેક્સની હદ વધારી દેવામાં આવી છે. ૪૦૦ કરોડ રૂપિયાથી ઓછા ટર્ન ઓવર વાળી કંપનીઓને રાહત મળશે. સસ્તા ઘર માટે વ્યાજ પર ૩.૫ લાખ રૂપિયાની છુટછાટ મળશે. નિર્મલા સીતારામને તેમનુ પ્રથમ બજેટ રજૂ કર્યુ હતુ.
જે બે કલાકથી વધારે સમય સુધી ચાલ્યુ હતુ.નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આજે બજેટ રજૂ કરતી વેળા તમામને ઘર, વીજળી અને જળ ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી. સાથે સાથે રોજગારીની વધુને વધુ તક ઉભી થાય તે માટે પણ વાત કરી હતી. નાણાં પ્રધાને કૃષિ, ગ્રામીણ વિસ્તારો, શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના ક્ષેત્રમાં અનેક મોટી જાહેરાત કરી હતી. તમામ વર્ગને રાજી કરવાના ઇરાદા સાથે અનેક જાહેરાત કરવામાં આવી હતી.ગ્રામીણ રોજગાર માટે સ્ફુર્તિ યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે રેગ્યુલેટરી સિસ્ટમ લાગી કરવામાં આવી રહી છે. નાણાં પ્રધાને કહ્યુ હતુ કે મોદી સરકારે છેલ્લા ૧૦૦૦ દિવસમાં ૧૩૦થી ૧૩૫ કિમી લાંબા માર્ગો રોજ બનાવાયા છે. વડાપ્રધાન ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કામાં ૧.૨૫ લાખ કિમી માર્ગોને આગામી પાંચ વર્ષમાં અપગ્રેડ કરવામાં આવનાર છે. વડાપ્રધાન આવાસ યોજનાના બીજા તબક્કામાં વર્ષ ૨૦૨૦થી ૨૦૨૧-૨૨ના ગાળા દરમિયાન ૧.૯૫ કરોડ આવાસની ફાળવણી કરવાની યોજના રાખવવામાં આવી રહી છે. ભારતમાં દર વર્ષે ૨૦ લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર દેખાઇ રહી છે. ઇન્ફ્રાસ્ટકચર સેક્ટર પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. બજેટમાં તમામને ઘર, વીજળી અને પાણી મળે તે બાબત પર ભાર મુકવામાં આવ્યો છે.
મહિલાઓ માટે શ્રેણીબદ્ધ જાહેરાત કરાઇ છે જે પૈકી લોનની સરળ સુવિધા મળશે. શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં પણ અનેક યોજના જાહેર કરવામાં આવી છે. શિક્ષણના ક્ષેત્રમાં ભારતને હબ બનાવવા માટે ખાસ ભાર મુકવામાં આવ્યો છે. બીજી ઓક્ટોબર ૨૦૧૯ સુધી ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત બની જશે અને મોદીનુ સપનુ પૂર્ણ કરી દેવામાં આવનાર છે. ૫૬ જિલ્લામાં જળ સંચાલન અથવા તો પ્રબંધનની સ્થિતી કમજાર હોવાથી વર્ષ ૨૦૨૪ સુધી તેમાં ઉલ્લેખનીય સુધારો કરવામાં આવનાર છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને ૩૦૦૦ રૂપિયાની પેન્શન ૬૦ વર્ષ બાદ આપવામાં આવનાર છે. હજુ સુધી સ્કીમમાં ૩૦ લાખ લોકો જાડાઇ ચુક્યા છે. બીજી ઓક્ટોબરના દિવસે રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનુ ઉદ્ઘાટન કરવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ૪૦૦ કરોડ રૂપિયાની મદદ કેન્દ્ર સરકાર કરવા જઇ રહી છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હાથ ધરવામાં આવનાર છે. સ્વચ્છતા અભિયાન હેઠળ હવે દરેક ગામમાં કચરાના નિકાલ માટે ખાસ વ્યવસ્થા કરાશે. ઓક્ટોબર ૨૦૧૪થી લઇને હજુ સુધી ૯.૬ કરોડટોઇલેટનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. ગામોને બજારને જાડનાર માર્ગોને અપગ્રેડ કરવાની બાબતને પ્રાથમિકતા આપવામાં આવનાર છે. મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જુદી જુદી સુવિધા માટે કેટલીક યોજના જાહેર કરાઇ છે.
જુદા જુદા ક્ષેત્રો માટે ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં રેકોર્ડ સંખ્યામાં મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યુ હોવાનો દાવો પણ નાણાં પ્રધાને કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ૭૮મહિલાઓ ચૂંટાઇને આવી છે જે રેકોર્ડ છે. બજેટ ફા‹મગ મારફતે ખેડુતોની આવકને બે ગણી કરવા માટે મદદ કરવામાં આવનાર છે. આગામી પાંચ વર્ષમાં ૧૦૦૦૦ નવા કિસાન ઉત્પાદક સંગઠનની રચના કરવામાં આવનાર છે. દોઢ વર્ષના ગાળામાં અનાજના ઉત્પાદનમાં નવા રેકોર્ડ સર્જાયો છે. કોઓપરેટિવ મારફતે ડેરી ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. અન્નદાતાને ઉર્જા દાતા બનાવવા માટે અનેક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે પગલા બજેટમાં જાહેર કરવામાં આવ્યા છે. લોકોની આવક વાર્ષિક વધારે છે તેમને વધારે ટેક્સ ચુકવવાની જરૂર પડશે. બજેટમાં મોટી જાહેરાત કરતા નાણાં પ્રધાને કહ્યુ હતુ કે જે લોકોની પાસેપાન કાર્ડ નથી તે આધાર કાર્ડનો ઉપયોગ કરીને ટેક્સ ભરી શકશે. આધાર કાર્ડ હવે દેશના મોટા ભાગના લોકો સુધી પહોંચી ગયા છે.