ધોનીની લાઇફ પર સિક્વલ ફિલ્મને લઇને કામ શરૂ થયુ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : ભારતના પૂર્વ કેપ્ટન અને હાલમાં પણ ભારતીય ટીમમાં રમી રહેલા મહાન મહેન્દ્ર સિંહ ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મની સિક્વલ ફિલ્મ પર હવે કામ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. કલાકારોના નામની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે હજુ સુધી કલાકારો ફાઇનલ થયા નથી. જો કે નિર્માણ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શુટિંગ હવે ટુંકમાં જ શરૂ કરાશે. છેલ્લા કેટલાક સમયથી  બાયોપિક્સ ફિલ્મને લઇને ભારે ચર્ચા છે. પેડમેન, રાજી, સંજુ અને ગોલ્ડ ફિલ્મની ચારેબાજુ ચર્ચા સાંભળવા મળી ચુકી છે. આ તમામ ફિલ્મો હિટ પણ રહી છે. કબીર સિંહ હાલમાં ધુમ મચાવી રહી છે.

મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો વર્ષ ૨૦૧૬માં આવેલી મહેન્દ્ર સિંહ ધોની પરની ફિલ્મની પણ હવે સિક્વલ ફિલ્મ બનાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. એમએસ ધોની એન અનટોલ્ડ સ્ટોરી ફિલ્મની સિક્વલ બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૬માં રજૂ કરવામાં આવી હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મે કમાલ કરી હતી. ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુતે ધોનીની યાદગાર ભૂમિકા અદા કરી હતી. હવે હેવાલ આવી રહ્યા છે કે ફિલ્મની સિક્વલ પણ બનનાર છે. તેની પટકથા પર કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે.

આગામી વર્ષે આ ફિલ્મ રજૂ કરવામાં આવી શકે છે. સિક્વલને રો સ્ક્રુવાલા પ્રોડ્યુસ કરી શકે છે. સુશાંત સિંહ રાજપુતના નજીકના લોકોએ કહ્યુ છે કે ફિલ્મમાં ૨૦૧૧ના વર્લ્ડ કપ જીત્યા બાદ ધોનીની લાઇફ દર્શાવવામાં આવી હતી. સિક્વલ ફિલ્મની તૈયારીની જાહેરાતથી ધોનીના ચાહકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. સિક્વલમાં પણ સુશાંત જ મુખ્ય રોલ કરનાર છે. સુશાંત હાલમાં અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે.  સુશાંતના નામની જાહેરાત બાકી છે.

Share This Article