મુંબઇ : કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે આરએસએસ સાથે જોડાયેલા માનહાનિના એક કેસમાં મુંબઇની એક કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. મુંબઇની શિવડી કોર્ટે ૧૫ હજાર રૂપિયાની રકમ પર જામીન આપ્યા હતા. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેઓ દોષિત નથી. સુનાવણી બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુકે આ એક વિચારધારાની લડાઇ છે. તેમની સામે આક્રમણ થઇ રહ્યા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેઓ દોષિત નથી. રાહુલ ગાંધીને ૧૫ હજાર રૂપિયા જમા કરાવી દીધા બાદ જામીન આપી દેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીની તરફથી પૂર્વ સાંસદ એકનાથ ગાયકવાડે જામીનની રકમ ભરી હતી. બેલ બોન્ડની રકમ ભરવામાં આવી હતી.
સુનાવણી બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે આ વિચારધારાની લડાઇ છે. કોર્ટમાં તેમના દ્વારા કોઇ વાત કરવામાં આવી નથી. તેઓ ખેડુતો અને ગરીબોની સાથે ઉભા છે. તેમની સામે આક્રમણ થઇ રહ્યા છે. રાહુલે ગાંઘીએ કહ્યુ છે કે હવે તેઓ છેલ્લા પાંચ વર્ષની તુલનામાં વધારે શÂક્ત સાથે લડશે. આ પહેલા રાહુલ ગાંધી જ્યારે મુંબઇ પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરતા નજરે પડ્યા હતા. કાર્યકરોએ કહ્યુ હતુ કે આ લડાઇમાં કોંગ્રેસના કાર્યકરો તેમની સાથે રહેલા છે. શિવડી કોર્ટની બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ સમગ્ર મામલો સામાજિક કાર્યકર અને પત્રકાર ગૌરી લંકેશની હત્યાને ભાજપ અને સંઘની સાથે જાડવા સાથે સંબંધિત છે.
રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ તરીકે ગઇકાલે જ રાજીનામુ આપી ચુક્યા છે. રાહુલ ગાંધીને આગામી દિવસોમાં અન્ય મામલામાં પણ કોર્ટના ચક્કર લગાવવા પડશે. ટુંકમાં તેમની સામે કાયદાકીય ગૂંચ રહેનાર છે. કેટલાક કેસ જટિલ પણ રહેલા છે. રાહુલની પાર્ટીની લોકસભામાં કફોડી હાલત રહી હતી. તેમની પાર્ટીને બાવન સીટ મળી હતી.કોંગ્રેસના કાર્યકરો આજે સવારે લડાયક મુડમાં દેખાયા હતા.