જેની ઉત્સુકતાપૂર્વક શ્રદ્ધાળુઓ સમગ્ર વર્ષથી રાહ જોતા રહે છે વાર્ષિક અમરનાથ યાત્રા વિધિવત રીતે પહેલી જુલાઇથી શરૂ થઇ રહી છે. આ અમરનાથ યાત્રા ૪૬ દિવસ સુધી ચાલીને પવિત્ર રક્ષા બંધનના દિવસે પૂર્ણ થશે. ૧૫મી ઓગષ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થશે. અમરનાથ યાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરનાર છે. હમેંશાની જેમ જ આ વખતે પણ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમરનાથ મંદિર ૧૮ મહા શક્તિ પીઠ અથવા તો ગ્રાન્ડ શક્તિપીઠ પૈકી એક તરીકે છે. જેનુ ખાસ મહત્વ હિન્દુ શ્રદ્ધાળુઓ માટે રહેલુ છે. જટિલ યાત્રા કરીને પણ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ઇચ્છુક હોય છે. આની સાથે કેટલીક માન્યતા પ્રાચીન કાળની સાથે જ જોડાયેલી છે.
એમ માનવામાં આવે છે કે આ હિન્દુ દેવી સતીના શરીરના હિસ્સા જે વિસ્તારમાં ફેલાયેલા છે તે વિસ્તાર છે. બાબા બર્ફાની પવિત્ર ગુફામાં હાલના સમયમાં પૂર્ણ આકારમાં વિરાજમાન થયા છે. અમરનાથ યાત્રાને સમગ્ર દેશમાં સૌથી લાંબી અને જટિલ યાત્રા તરીકે ગણવામાં આવે છે. માત્ર હવામાન અને વરસાદ જ નહીં બલ્કે અન્ય અનેક પરિબળો હોય છે તે શ્રદ્ધાળુઓને હમેંશા હેરાન કરે છે. માત્ર હવામાન અને યાત્રી માર્ગની ભૌગોલિક સ્થિતી જ નહીં બલ્કે ત્રાસવાદી હુમલાનો ખતરો પણ દર વર્ષે તોળાતો રહે છે. અમરનાથ ગુફાજમ્મુ કાશ્મીરમાં સ્થિત હિન્દુ ધાર્મિક સ્થળ તરીકે છે. આ ગુફા જમ્મુ કાશ્મીરના ઉનાળા પાટનગર શ્રીનગરથી ૩૮૮૮ મીટરની ઉંચાઇ પર સ્થિત છે. પહેલગામ મારફતે પહોંચી શકાય છે. હિન્દુ ધર્મના શ્રદ્ધાળુઓ માટે તેનુ ખાસ મહત્વ રહેલુ છે. આ ગુફા ચારેબાજુથી બરફની પહાડીઓથી ઢકાયેલી છે. શ્રદ્ધાળુઓ માટે ટુંકા ગાળા માટે જ્યારે આને ખોલવામાં આવે છે ત્યાર સિવાય મોટા ભાગે આ ગુફા પોતે બરફથી ઢંકાયેલી રહે છે. પ્રાચીન ગ્રથ મહાભારત અને પુરાણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ લિંગમ ભગવાન શિવના પ્રતિક સમાન છે. ચન્દ્રના તબક્કાની સાથે જ લિંગમના આકારમાં ફેરફાર થાય છે.
કથા મુજબ મહાન ભારિગુ મુની દ્વારા અમરનાથની ગુફા શોધી કાઢવામાં આવી હતી. અનેક વખત ત્રાસવાદીઓ હુમલા કરવામાં સફળ પણ રહ્યા છે. જો કે તમામ જટિલ સંજાગો હોવા છતાં અમરનાથ યાત્રાનુ મહત્વ હમેંશા અકબંધ રહ્યુ છે. શ્રદ્ધાળુઓ તમામ પરિસ્થિતીમાં પણ યાત્રા કરવા માટે પહોંચે છે. શ્રદ્ધાળુઓને નુનવાન, પહેલગામ, શેષનાગ જેવા વિસ્તારમાં ત્રાસવાદીઓ અનેક વખત ટાર્ગેટ બનાવી ચુક્યા છે છતાં આની કોઇ અસર ક્યારેય દેખાઇ નથી. મોદી સરકાર અમરનાથ યાત્રાને ખુબ ગંભીરતાની સાથે લઇ ચુકી છે. કેન્દ્રમાં મોદી સરકાર-૨માં ગૃહ પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી ચુકેલા અમિત શાહ સર્વોચ્ચ પ્રાથમિકતા અમરનાથ યાત્રાને આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે વધુ ધ્યાન આપ્યા બાદ શ્રદ્ધાળુઓ પણ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. તેમની સુરક્ષાની પુરતી કાળજી લેવામાં આવી રહી છે. મોદીએ પૂર્ણ ધ્યાન આપ્યા બાદ આ વર્ષે આ યાત્રાઓ પર જતા શ્રદ્ધાળુઓની સંખ્યા સૌથી વધારે રહેવાની શક્યતા છે. બે મહિના સુધી અમરનાથ યાત્રા ચાલનાર છે. અમરનાથ યાત્રા માટે નોંધણીની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. નોંધણીનો આંકડો હજુ સુધી બે લાખ કરતા વધારે થઇ ગયો છે.
કેટલાક કારણો પણ રહેલા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે વડાપ્રધાન આ વખતે વધારે ધ્યાન આપી રહ્યા છે. તમામ સંબંધિત પાસેથી તેઓ સતત માહિતી પણ મેળવી રહ્યા છે. શ્રદ્ધાળુઓમાં વધારે ઉત્સાહ કઇ રીતે રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા પાસા પર પહેલા કરતા વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. અમરનાથમાં દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા ૨૦૧૪માં ૩.૭ લાખ નોંધાઇ હતી. વર્ષ ૨૦૧૬માં કુખ્યાત ત્રાસવાદી બુરહાન વાનીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ વ્યાપક હિંસા થઇ હતી. જે એ વર્ષે સંખ્યા ઘટીને ૨.૨ લાખ નોંધાઇ હતી. ગયા વર્ષે જમ્મુ કાશ્મીરમાં નેશનલ હાઇવે પર યાત્રીઓની એક બસને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હોવાં છતાં સંખ્યા વધીને ૨.૬ લાખ રહી હતી. આ વર્ષે સંખ્યા નવી ઉચી સપાટી પર પહોંચે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા પાસા પર વધારે ધ્યાન આપવામાં આવે તો સંખ્યા હજુ પણ નોંધપાત્ર રીતે વધી શકે છે. કારણ કે કેટલાક શ્રદ્ધાળુઓ તો સુરક્ષા પાસાને લઇને ચિંતાતુર રહે છે અને ઇચ્છા હોવા છતાં અમરનાથની યાત્રાએ જતા નથી. વિતેલા વર્ષોમાં અમરનાથમાં મોટા હુમલા થઇ ચુક્યા છે. જેની ચિંતા હમેંશા શ્રદ્ધાળુઓને રહે છે.