ટ્રેન્ટબ્રીજ : ટ્રેન્ટબ્રિજ ખાતે આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જોરદાર મેચ રમાનાર છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે હારી ગયા બાદ વાપસી કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમ આવતીકાલે સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરીને જીત મેળવી સેમીફાઇનલમાં કુચ કરવા માટે ઉત્સુક છે. વિરાટ કોહલી સહિતના તમામ બેટ્સમેનો શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તમામની નજર રોહિત શર્મા, વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની પર કેન્દ્રિત રહી શકે છે. મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગ્યાથી થશે. બાંગ્લાદેશ અપસેટ સર્જવા માટે જાણીતી ટીમ રહી છે. તેના બેટ્સમેન શાકીબ અલ હસન સૌથી વધારે રન વર્લ્ડ કપમાં બનાવનાર ખેલાડીઓની યાદીમાં સામેલ રહ્યો છે. ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં હજુ પણ બીજા સ્થાન પર છે.
ગઇકાલે ઇંગ્લેન્ડની સામે હાર થયા બાદ તેના ૧૧ પોઇન્ટ રહેલા છે. ન્યુઝીલેન્ડના પણ ૧૧ પોઇન્ટ છે. ઇંગ્લેન્ડના હવે ૧૦ પોઇન્ટ રહેલા છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમનાર છે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમનાર છે. ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી.
જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ,પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્ઝમાં રમાશે. રોહિત શર્મા અને કોહલી હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. બંને ટીમો નીચે મુજબ છે.
ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ
બાંગ્લાદેશ : મોર્તજા (કેપ્ટન), અબુ જાયેદ, લિટોનદાસ, મહેમુદુલ્લા, મહેદી હસન, મોહમ્મદ મિથુન, સેફુદીન, મોસાડેક હુસેન, રહીમ, રહેમાન, રૂબેલ હુસૈન, શબ્બીર રહેમાન, શાકીબ અલ હસન, સોમ્યા સરકાર, તામીમ.