આધુનિક સમયમાં લોકોના જીવનમાં ઉપયોગી ગેજેટ્સની ભૂમિકા ચાવીરૂપ બની રહી છે. નવા નવા ગેજેટ્સ બજારમાં આવી રહ્યા છે જે વ્યક્તિના જીવનને વધારે સરળ અને રોમાંચક બનાવે છે. તેમની જરૂરિયાત આ ગેજેટ્સથી ખુબ ઝડપથી પૂર્ણ થાય છે. ક્રાઉડ ફન્ડેડ વેબસાઇટ્સ ઉપર પહોંચી ગયા બાદ આપને અનેક પ્રકારના કેટલાક નવા ઇનોવેટિવ પ્રોડક્ટસ મળી જાય છે. જે આવનાર સમયમાં અથવા તો હાલના સમયમાં ઉપયોગી ભૂમિકા અદા કરી રહ્યા છે. આવનાર સમયમાં કેટલાક ગેજેટ્સ ઉપયોગી બનનાર છે. આજે અમે અમારા આ લેખમાં કેટલાક એવા ગેજેટ્સની વાત કરવા જઇ રહ્યા છીએ જે લોકોને આવનાર સમયમાં ખુબ વધારે પસંદ પડનાર છે. જે ગેજેટ્સ તમામને પસંદ પડનાર છે તેમાં લુસી ઇમર્સ, પીવો, ફન ભ્લુ, જીપીડી માઇક્રોપીસી ઉપયોગી ગેજ્ટસ તરીકે રહેનાર છે. પીવોની વાત કરવામાં આવે તો તે ઉપયોગી છે.
સ્માર્ટફોનથી ફોટો અને વિડિયો બનાવતી વેળી સમસ્યા આવે છે કે શુટિંગ માટે કઇ રીતે ફોનને પ્રોપ અપ કરવામા આવે. પીવો મારફતે આ કામ સરળતાથી કરી શકાય છે. તમે અહીંથી ત્યાં મુવ કરો છો ત્યારે તે ઓટો ફોલોના ફિચરના કારણે વધારે સારી સુવિધા આપે છે. પીવો ઓટો ફોલોની સુવિઘા આપે છે. તેને મુવિંગ ઓબજેક્ટસને ટ્રેક કરવા માટે સેટ કરી શકાય છે. તેમાં અલગ અલગ સોશિયલ સાઇટ્સ પર લાઇવ જવા માટેના વિકલ્પ હોય છે. મોશલ ટાઇમ લેપ્સ, પેનોરામા અને ૩૬૦ ડિગ્રી ઓબજેક્ટ વ્યુ શુટની સુવિધા હોય છે. આવી જ રીતે ફન બ્લુમાં પણ કેટલીક નવી સુવિધા રહેલી છે. આ સ્માર્ટ ફોનની દુનિયામાં સૌથી નાનાકડા ફોલ્ડેબલ થ્રી એક્સીસ જિંમ્બલ છે. જિમ્બલ માઉન્ટેડ સ્માર્ટ ફોન અથવા તો કેમેરાને સપોર્ટ આપે છે. જેથી તમે સ્થિર વિડિયો રેકોર્ડિગ કરી શકો છો. આ કોઇ મુવમેન્ટ માટે પોતાની રીતે એડજેસ્ટ થઇ જાય છે. મોટા ભાગના જિમ્બલ ભારે અને મોટા હોય છે. પરંતુ ફનબ્લુનુ વજન માત્ર ૪૦૦ ગ્રામનુ રહેલુ છે. આને ફોલ્ડ કરવાની સ્થિતીમાં તે આપના હાથમાં ફિટ થઇ જાય છે. જીપીડી માઇક્રોપીસીને ખાસ રીતે ટ્રેવલર્સ માટે તૈયાર કરવામાં આવે છે. આનુ વજન માત્ર ૪૪૦ ગ્રામ હોય છે. તે ફુલસાઇઝ લેપટોપના પરફોર્મ ડિલિવર કરે છે. આમાં છ ઇંચના એચડી ડિસ્પ્લે હોય છે. તેમાં બેકલિટ ક્વાર્ટી કિબોર્ડ અને ટચપેડ હોય છે. તેમાં ક્વાડફોર ઇન્ટેલ એન૪૧૦૦ પ્રોસેસર હોય છે. તેમાં આઠ જીબી રેમ અને ૧૨૮ જીબી એસએસડી સ્ટોરેજ છે. આવી જ રીતે એક ગેજેટ્સ ઓલ હબ પણ છે.
ઓલ હબ યુએસબી ટાઇપ હબ છે. જે દરેક સ્તરના પોટર્સ ઓફર કરે છે. તેમાં બે યુએસબી ૩ અને ત્રણ યુએસબી બે ફુલસાઇઝ પોટર્સ છે. તેમાં માઇક્રો એસડી સ્લોટ, એસડી કાર્ડ સ્લોટ, ઇથરનેટ, હેડફોન જેક માઇક્રોફોન લાઇન ઇન જેક અને ૪ કે સપોર્ટની સાથે એચડીએમઆઇ છે. તેમાં વાયરલેસ ચાર્જર પણ છે. આ તેજ સ્પીડમાં ટેબલેટ અને લેપટોપને ચાર્જ કરવા માટે ૧૦૦ વોટ યુએસબી પીડીને સપોર્ટ કરે છે. આધુનિક સમયમાં મોટા ભાગની કંપનીઓ યુઝરોની સુવિધાને ધ્યાનમાં લઇને નવા નવા ગેજેટ્સ બનાવી રહી છે. જે પૈકી કેટલાક ગેજેટ્સ તો લોકોની પ્રથમ પસંદગી પણ બની ગયા છે. મોટી મોટી મોબાઇલ કંપનીઓ હવે કેમેરા, વિડિયોને લઇને લોકોની પસંદગી તરફ ધ્યાન આપી રહી છે. આવી સ્થિતીમાં આવનાર સમયમાં લોકોને વધારે સારા ગેજેટ્સ બજારમાં સસ્તામાં મળશે. કારણ કે સ્પર્ધા પણ કંપનીઓ વચ્ચે જોરદાર રીતે ચાલી રહી છે.