૨૫મી ફેબુઆરીથી ભારતભરની પોસ્ટ ઓફિસમાં શરુ થયેલી આ યોજના કન્યાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ખુબ ઉપયોગી સાબિત થાય તેમ છે. દિકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે. આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજનામાં ખાતા ખોલાવવા જોઇએ.
શું છે ખાસિયત ?
દર વર્ષે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
જમા રકમ પર વાર્ષિક ૯.3 ટકા હિસાબે વ્યાજ મળે છે.
નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100 ટકા રકમ ઉપાડી શકાય છે.
જમા રકમ પર 80-સી હેઠળ ટૅક્સની છૂટ મળે છે.
દીકરી 21 વર્ષની થાય પછી વ્યાજ નહીં મળે.
યોગ્યતાઃ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં જોડાઇ શકવાની યોગ્યતા.