કોઇ પણ દેશમાં માનવ વિકાસ ઇન્ડેક્સ તેના ભાવિઅટલે કે બાળકો પર આધારિત રહે છે. સ્કુલી શિક્ષણની આમાં સૌથી ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં સ્કુલી ચાલુ થઇ ગઇ છે. શૈક્ષણિક સત્રની પણ શરૂઆત થઇ ગઇ છે. શિક્ષણ વ્યવસ્થાની ઉપર નજર કરવામાં આવે તો બજેટની વાત પહેલા કરવામાં આવે છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે શિક્ષણના ક્ષેત્રમાં કુલ બજેટ જીડીપીના છ ટકાની આસપાસ રહે તે જરૂરી છે. બ્રિક્સ દેશોની સરખામણી કરવામાં આવે તો ભારતમાં આ સ્થિતી નિરાશાજનક નજરે પડે છે. જીડીપીના છ ટકાના જરૂરી શિક્ષણ બજેટની સામે હાલમાં ભારતમાં શિક્ષણ બજેટ ૪.૩૮ ટકાની આસપાસ રહે છે. જેને ખુબ વધારી દેવાની જરૂરિયાત સ્પષ્ટપણે દેખાઇ આવે છે.
બિક્સ દેશોમાં સૌથી સારી સ્થિતી બ્રાઝિલમાં રહેલી છે. બ્રાઝિલ દ્વારા શિક્ષણમાં બજેટ કુલ જીડીપીના ૬.૨૪ ટકાની આસપાસ છે. અન્ય દેશોની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકામાં શિક્ષણ બજેટ ૫.૯૪ ટકા, ચીનમાં ૪.૨૨ ટકા, રશિયામાં ૩.૮૨ ટકા બજેટ છે. દેશના શિક્ષણના નિચલા સ્તરનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે દેશની ૯૨૨૭૫ સરકારી સ્કુલોમાં તો એક જ શિક્ષક તમામ વિષય ભણાવે છે. આવી જ રીતે વર્ષ ૨૦૦૯માં આરટીઇ કાનુન બન્યા બાદથી તેને લઇને પણ કેટલીક દુવિધા સ્પષ્ટપણે બનેલી છે. જેમાં છથી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની જોગવાઇ કરવામાં આવેલી છે. આમાં સરકારી સ્કુલ તમામ બાળકોને મફત શિક્ષણ આપશે તેવી જોગવાઇ છે. સાથે સાથે ખાનગી સ્કુલ લઘુતમ ૨૫ ટકા બાળકોને કોઇ પણ ચાર્જ વગર પ્રવેશ આપવાની પણ જોગવાઇ છે.