જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામસ્વરૂપે એકપછી એક મોટી સફળતા હાથ લાગી રહી છે. જમ્મુકાશ્મીરમાં સક્રિય ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીન અને લશ્કરે તોયબાના તમામ ટોપના ત્રાસવાદીઓ ફુંકાઇ ચુક્યા છે. આ ઓપરેશન હેઠળ માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક પણ કબજે કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ૨૦૦થી વધારે ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે. જેમા પોસ્ટર બોય ટાઇગરનો પણ સમાવેશ થાય છે. બુરહાન વાની ગેંગનો સફાયો કરવામાં આવ્યો છે.
જો કે જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા અને લોકોમાં આત્મવિશ્વાસ ભરવા માટે અનેક પગલાની જરૂર છે. સામાન્ય લોકો સુરક્ષા દળો અને સેનાની પૂરતી મદદ કરે તે જરૂરી છે. સ્થાનિક ત્રાસવાદીઓને રક્ષણ અને આશ્રય આપવાના બદલે તેમના સંબંધમાં ગુપ્ત માહિતી સુરક્ષા દળોને માહિતી આપે તે જરૂર છે. ત્રાસવાદ સામેની લડાઇમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નાગરિકોની રહે છે. જા તમામ સતર્ક અને સાહસી તરીકે રહેશે તો ત્રાસવાદને પગ ફેલાવવાની તક મળશે નહી. દુનિયાની તમામ સરકાર, નેતા, ત્રાસવાદની સામે એક થઇ રહ્યા છે. એક થઇને જ ત્રાસવાદનો અંત લાવી શકાય છે. લોકો હુમલા બાદ નારાજગી પ્રગટ કરવા માટે આગળ આવે છે તેને ત્રાસવાદની હાર તો કહી શકાય છે પરંતુ ત્રાસવાદનો ખાતમો બાકી છે. આના માટે સમગ્ર માનવતા એક થાય તે જરૂરી છે. ત્રાસવાદને જીવિત રાખનાર, તેમને મદદ કરનાર. તેમને આશ્રય આપનાર દેશોની સામે પણ પગલા લેવા પડશે. સ્લીપર સેલને નષ્ટ કરવાની દિશામાં પગલા લેવા પડશે. ત્રાસવાદને મદદ કરનાર કોઇ પણ વ્યક્તિ, સંગઠન અથવા તો દેશ કેમ ન રહે તેની સામે સંયુક્ત યુદ્ધ છેડી દેવાની જરૂર છે.
જો આવુ કરવામાં નહી આવે તો કઠોર પ્રતિક્રિયા, થવા તો લશ્કરી કાર્યવાહીથી ત્રાસવાદીઓ થોડાક દિવસ તો શાંત રહી શકે છે પરંતુ ફરી કોઇને કોઇ જગ્યાએ હુમલો કરીને રક્તપાત સર્જી દેશે. ભારત, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન ત્રાસવાદીઓના હિટલિસ્ટમાં રહ્યા છે. તેમને દુનિયાના અન્ય દેશોની સાથે મળીને પોતાની ગુપ્તચર વ્યવસ્થાને સુધારી દેવા, સુરક્ષા દળોને આધુનિક કરવા અને ત્રાસવાદી સંગઠન પર કાર્યવાહી ની યોજના બનાવવી પડશે. જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાની વાત હવે સામાન્ય બની ચુકી છે. ત્રાસવાદી હુમલોનો બનાવ જે કોઇ પણ હોય પરંતુ મોટો પ્રશ્ન એ થાય કે તે હુમલાને અમે કઇ રીતે હાથ ધરીએ છીએ. આ અમારી નબળાઇ છે કે આવી ત્રાસવાદી ઘટનાને હાથ ધરતી વેળા અમે ત્રાસવાદીઓને જીવિત પકડી પાડવાના પ્રયાસ કરતા નથી. જેથી કેટલીક નક્કર વિગત હાથ લાગતી નથી. હવે ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ અસરકારક તબક્કામાં છે. ત્રાસવાદીઓની કમર તોડી નાંખવામાં આવી છે. સુરક્ષા દળોને દરરોજ કોઇને કોઇ મોટી સફળતા હાંસલ થઇ રહી છે.