આગામી બજેટમાં સામાજિક ક્ષેત્રના દ્રષ્ટિકોણથી સામાન્ય લોકોને ભારે અપેક્ષા છે. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, પરિવાર કલ્યાણ, પીવાના પાણી, ખાદ્ય સુરક્ષાને લઇને બજેટમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. બજેટમાં આ ક્ષેત્રોમાં ફાળવણીને અનેક ગણી વધારી દેવામાં આવે તો પણ કોઇ નવાઇ રહેશે નહીં. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર સતત બીજી અવધિ માટે પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ લોકોની અપેક્ષા વધી ગઇ છે. મોદી સરકાર-૧ના ગાળામાં પાંચ વર્ષોમાં રાજસ્વ પ્રાપ્તિ અને બજેટ ખર્ચતમાં ખુબ વધારો થયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ૧૭મી લોકસભાના પ્રથમ અભિભાષણમાં સરકારની ભાવિ યોજનાઓને સ્પષ્ટપણે રજૂ કરી હતી. સાથે સાથે બજેટ માટે વ્યાપક કાર્યયોજનાઓની રૂપરેખા નક્કી કરી હતી. રાષ્ટ્રપતિના ભાષણમાં બે મુખ્ય મુદ્દા ઉભરીને સપાટી પર આવ્યા હતા. જેમાં સબકા સાથ સબકા વિકાસ તેમજ સબકા વિશ્વાસનો સમાવેશ થાય છે. સાથે સાથે નાગરિકોની સમસ્યાઓને દુર કરવાની બાબતનો સમાવેશ થાય છે. મોદી સરકાર-૧ના પાંચ વર્ષના ગાળા દરમિયાન રજૂ કરવામાં આવેલા પાંચ બજેટે પણ ભાજપની વાપસીમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.
સામાન્ય રીતે બજેટને સરકારના લેખા જોખા તરીકે જોવામાં આવે તે પણ જરૂરી નથી. બજેટ હમેંશા આંકડાની માયાજાળ રહે તે બાબત જરૂરી નથી. આગામી બજેટને લઇને ભારે આશા રાખવા માટેના કેટલાક કારણો રહેલા છે. કારણ કે હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીની આંધી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો હતો અને ૩૦૩ સીટો જીતી લીધી હતી. કોંગ્રેસ પાર્ટીને જોરદાર પ્રચાર કર્યો હોવા છતાં માત્ર બાવન સીટ મળી હતી. જ્યારે વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસને ૪૪ સીટો મળી હતી. મોદી સરકાર પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા છે. ખાદ્યને ઘટાડી દેવા માટે સરકારે પ્રથમ અવધિમાં ગંભીર પ્રયાસ કર્યા હતા. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં રાજકોષીય ખાદ્યનો આંકડો ૩.૮૯ ટકાથી ઘટીને ૩.૩૫ ટકા થઇ ગયો છે.
આગામી બજેટને લઇને તમામ વર્ગોને કોઇને કોઇ અપેક્ષા રહેલી છે. ખાસ કરીને સામાજિક ક્ષેત્રને આશા વધારે છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં શિક્ષણ વ્યવસ્થમાં સુધારા કરવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રોમાં પરિવર્તન થઇ રહ્યા છે. જેમાં નવી શિક્ષણ વ્યવસ્થાના મુસદ્દાને તૈયાર કરવાની બાબત સામેલ છે. સમાવેશી શિક્ષણ વ્યવસ્થા પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે. કોલેજા અને યુનિવર્સિટીઓની ગુણવત્તામાં સુધારો કરવાની બાબત પણ સામેલ રહેલી છે. પ્રતિષ્ઠિત સંસ્થાઓની સ્થાપના અને સમાજમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ૧૦ ટકા અનામત જેવી જોગવાઇ પણ કરવામાં આવી ચુકી છે.
શિક્ષણને રોજગારલક્ષી બનાવવા માટે પ્રયાસ થઇ રહ્યા છે. ઉચ્ચ શિક્ષણની હાલમાં ખરાબ સ્થિતી રહેલી છે. શૈક્ષણિક મુળભુત માળખાની ખરાબ હાલતમાં પણ સુધારો કરવાની જરૂરિયાત દેખાઇ રહી છે. ભલે સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ બાદ માનવ સંશાધન વિકાસ મંત્રાલયના બજેટમાં જંગી વધારો કર્યો છે. આ બજેટને વધારીને ભલે ૧૦ હજર કરોડ રૂપિયા કરવામાં આવ્યુ છે પરંતુ સ્થિતીમાં હજુ વધુ સુધારા કરવાની જરૂરિયાત દેખાઇ રહી છે. રાષ્ટ્રપતિન ભાષણમાં કબુલાત કરવામાં આવી હતી કે ૨૧મી સદીના સૌથી મોટા પડકાર તરીકે જળ સંકટ છે. પૌષણ અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં અનેક ઉપાય કરવાની જરૂરિયાત અનુભવાઇ રહી છે. પોષણ અને ખાદ્ય સુરક્ષા આજની તારીખમાં સૌથી મોટા પડકાર તરીકે છે. બજેટમાં વિકાસને વેગ આપવાની સાથે સાથે રોજગારીને પણ મહત્વ આપવામાં આવી શકે છે. પાણી માટે અલગ મંત્રાલયની રચના કરવામાં આવ્યા બાદ આ ક્ષેત્ર માટે કેવા પગલા જાહેર કરવામાં આવે છે તેના પર તમામની નજર રહેશે. આરોગ્ય માટે પહેલા જ મોટી યોજનાઓ જાહેર થઇ ચુકી છે.