સામાન્ય રીતે લોકો ભોજન બનાવીને મુકી છે અને ત્યારબાદ જ્યારે જરૂર પડે ત્યારે વારંવાર તેને ગરમ કરીને ખાવામાં આવે છે. આ બાબત સામાન્ય લોકોથી લઇને તમામ લોકોમાં જોવા મળે છે. એક વખત ભોજન બનાવી દીધા બાદ તેને કેટલીક વખત ગરમ કરીને ખાવામાં આવે છે. આ ભોજન આપના આરોગ્ય પર માઠી અસર કરી શકે છે. આના કારણે શરીરને નુકસાન પણ છે. બીજી વખત ભોજન ગરમ કરવાથી તેમાં રહેલા પૌષક તત્વોમાં કેટલાક ફેરફાર થતા રહે છે. જે આપના શરીરને નુકસાન કરી શકે છે. કેટલક એવી ચીજો છે જે ચીજોને વારંવાર ગરમ કરવાની બાબત ખતરનાક છે અને શરીરને નુકસાન કરી શકે છે.
બટાકાની કોઇ પણ ચીજને વારંવાર ગરમ કરવાથી ભારે નુકસાન કરે છે. આ ઉપરાંત અન્ય કેટલીક વસ્તુઓ પણ એવી હોય છે જે નુકસાનકારક છે. બટાકાની કોઇ પણ ચીજો બનાવીને વધારે સમય સુધી મુકી દેવી જોઇએ નહીં. કારણ કે વધારે સમય સુધી બનાવી દઇને મુકવામાં આવેલા બટાકામાંથી પૌષક તત્વો ખતમ થઇ જાય છે.
આને બીજી વખત ગરમ કરીને ખાવાની સ્થિતીમાં પાચન શસ્થિક્ત પર માઠી અસર થાય છે. પાલક જેવી ચીજોને પણ બીજી વખત ગરમ કરીને ખાવાથી પૌષક તત્વો બદલાઇ જાય છે તેમાં નાઇટ્રેટ કેટલાક એવા તત્વોમાં બદલાઇ જાય છે જે કેન્સર થવાની શંકાને વધારે છે. પાલક અને તેની સાથે જોડાયેલી ચીજોને બનાવી લીધા બાદ તરત જ ખાઇ લેવાની જરૂર હોય છે.