ઓસાકા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાપાનના લોકપ્રિય શહેર ઓસાકામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઐતિહાસિક બેઠક યોજી હતી. આ બેઠકમાં જુદા જુદા દ્ધિપક્ષીય અને વૈશ્વિક મુદ્દા પર વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી. ઇરાન, ફાઇવ જી કોમ્યુનિકેશન નેટવર્ક, ટ્રેડ અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં આ વાતચીત યોજાઇ હતી. જી-૨૦ શિખર બેઠક પહેલા આ બેઠક યોજાઇ હતી. જેના પર દુનિયાના દેશો નજર રાખી રહ્યા હતા. તમામ મુદ્દા પર વિસ્તારપૂર્વક બંને પક્ષો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મોદીએ સવારમાં ટ્રમ્પ સાથે વાતચીત કરી હતી.
- ઓસાકામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઐતિહાસિક બેઠક યોજી હતી. આ બેઠકમાં જુદા જુદા દ્ધિપક્ષીય અને વૈશ્વિક મુદ્દા પર વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી
- મોદીએ સવારમાં ટ્રમ્પ સાથે વાતચીત કરી હતી. આશરે ૪૦ મિનિટ સુધી આ વાતચીત ચાલી હતી
- ચીન સાથે અમેરિકાના ટ્રેડ વોરની સ્થિતી વચ્ચે ભારત લાભ લઇ શકે છે.
- ટ્રમ્પ વચ્ચે વાતચીત બાદ તરત જ ટ્રમ્પ અને મોદી જાપાનના વડાપ્રધાન શિન્જા આબેને મળ્યા હતા.
- પોતાની અમેરિકા ફર્સ્ટની નીતિ હેઠળ ટ્રમ્પ અમેરિકી પેદાશો પર ભારતની વધારી ડ્યુટીને લઇને વિરોધ કરી રહ્યા છે
- આ બેઠક પહેલા ઓસાકામાં વાતચીતને લઇને તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ હતી.
- ઇરાનના ક્રુડ ઓઇલની નિકાસને ઘટાડીને શુન્ય કરવાના ઇરાદા સાથે અમેરિકાએઓ બીજી મેના દિવસે કેટલીક રાહતોને ખતમ કરી હતી
- ઓસાકામાં હાલમાં જી-૨૦ શિખર બેઠક યોજાઇ છે. વડાપ્રઘાનની ઓફિસે પણ મોદી અને ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીત મામલે ટ્વીટ કરીને વાત કરી છે
- મોદી જાપાન પહોંચ્યા બાદ ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત પણ કરી ચુક્યા છે
- પ્રચંડ બહુમતિ સાથે સતત બીજી વખત સત્તામાં આવ્યા બાદ મોદીની આ પ્રથમ બેઠક ટ્રમ્પની સાથે રહી હતી જેના પર તમામ લોકો નજર રાખી રહ્યા હતા.