કેન્દ્ર સરકાર વિવિધ સેવાઓ અને કલ્યાણ યોજનાઓને આધાર કાર્ડ સાથે લીંક કરવાની 31 મી માર્ચની તારીખ લંબાવી શકે છે.
સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં એવા સંકેતો આપ્યા છે. કેન્દ્ર અનુસાર આધાર કાર્ડને લીંક કરવાની સુનાવણી બાબતે હજી સમય
બાકી છે જેના લીધે એ સુપ્રીમ કોર્ટ પણ કેન્દ્રની એ દલીલને ધ્યાનમાં રાખીને એ અંગે તારીખ ૩૧મી માર્ચની તારીખ લંબાવી શકે છે.
ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એકે સિક્રી, એ.એમ. ખાનવિલકર, ડી.વાય ચંદ્રચુડ અને અશોક ભૂષણની બંધારણીય બેઠક
હેઠળ આધાર કાર્ડ બાબતે પ્રશ્નો ઊભા કરતી અરજીઓની સુનાવણી કરવામાં આવે છે. સરકાર વતી, એટર્ની જનરલ કે. કે.
વેણુગોપાલે જણાવ્યું હતું કે, “અમે અગાઉ પણ સમયમર્યાદા વધારી છે. આપણે તેને ફરીથી વધારી શકીએ છીએ. અમે આ મહિને
સમાપ્તિની સમયમર્યાદા વધારી શકીએ છીએ, જેથી અરજદાર તેમની સટીક દલીલો રજૂ કરી શકે.”
સુપ્રીમ કોર્ટે પણ તેમની આ દલીલ પર સંમત થયા હતા. બંધારણની બેંચે જણાવ્યું હતું કે,”એટર્ની જનરલએ આ ખૂબ જ વાજબી
પાસું લઇ લીધું છે. કોર્ટ વારંવાર અરજદારના વકીલોને પરવાનગી નહીં આપે.”સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને લીંક કરવાની તારીખ છેલ્લે
૧૫ ડિસેમ્બરમાંથી માર્ચ 31 સુધી લંબાવી હતી.
ધ લીલા ગાંધીનગર દ્વારા મહેમાનો સાથે ‘કેક મિક્સિંગ સેરેમની’નું આયોજન
ગાંધીનગર : રજાની મજાને એક નવા જ સ્તર પર લઇ જતા ધ લીલા ગાંધીનગરે પરંપરાગત ‘કેક મિક્સિંગ સેરેમની’ સાથે નાતાલની...
Read more